Mahisagar

મહીસાગર જિલ્લા જન ઔષધિ દિવસ ૪૨ પરગણા પાટીદાર સમાજ દ્વારા ઉજવાયો

Published

on

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના અંતર્ગત મહીસાગર જિલ્લામાં જન ઔષધિ દિવસની ઉજવણી ૪૨ પાટીદાર સમાજ ઘર ખાતે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડની ઉપસ્થિતમાં કરાયો.આ પ્રસંગે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડે હોળી ની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, લોકોને ઓછા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ પ્રાપ્ત થઈ રહે તે હેતુસર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં “પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરીયોજના” કાર્યરત છે. સરકાર સૌ માટે હરહંમેશ ચિંતા કરે છે ત્યારે દરેક વ્યક્તિએ સરકારી યોજનાઓનો લાભ લેવો જોઈએ મહત્તમ લોકો જરૂરિયાતના સમયે આ યોજનાનો લાભ લે અને જન ઔષધી કેન્દ્ર પરથી જ જેનેરીક દવાઓ ખરીદે તેવા આશય સાથે શરૂ થયેલા જન ઔષધી કેન્દ્રોમાં અપાતી દવાઓ બહાર મળતી દવાઓ કરતા ૫૦% ઓછા ભાવમાં ઉપલબ્ધ હોય છે અને કેટલાક કિસ્સાઓમાં બ્રાન્ડેડ દવાઓની સરેરાશ બજાર કિંમત કરતા ૮૦% થી ૯૦% જેટલી સસ્તી હોય છે.


આ પ્રસંગે પૂર્વ ધારાસ્ય જીગ્નેશભાઈ સેવકે જણાવ્યું હતું કે , વડાપ્રધાન છેવાડાના માનવીની ચિંતા કરે છે .પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ માં ૫ લાખની બદલે ૧૦ લાખની મર્યાદા કરવામાં આવી છે જેથી દરેક વ્યક્તિએ આયુષ્માન કાર્ડનો લાભ લેવો જોઈએ.
આ પ્રસંગે જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા ,જિલ્લા વિકાસ અધિકરી કે ડી લાખાણી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, અગ્રણી રાવજીભાઈ ,ડોક્ટર સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
(અહેવાલ તસ્વીર:-/સલમાન મોરાવાલા સંતરામપુર).

Advertisement

Trending

Exit mobile version