Connect with us

Gujarat

મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસે ગાય તથા આંખલાઓના શિંગડા ઉપર રેડિયમ રિફ્લેકટર લગાવી.

Published

on

મહીસાગર જિલ્લામાં હાલ ચોમાસાના કારણે રાત્રીના સમય દરમ્યાન ગાયો,આખલાઓ તથા અન્ય જાનવરો રોડ ઉપર બેસવાના કારણે રોડ ઉપર બેઠેલા પશુઓ વાહન ચાલકોને ધણીવાર નહીં દેખાવાના કારણે મોટા જીવલેણ અકસ્માત બનવાની શક્યતાઓ રહેલી હોય જેથી વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા મહીસાગર જિલ્લા પોલીસ વિભાગની અનોખી પહેલ.

મહિસાગર જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રાત્રીના સમયે ટ્રાફિક પી.એસ.આઇ. એચ.બી. સિસોદિયા તેમજ જિલ્લા ટ્રાફિક શાખાના કર્મચારીઓ દ્વારા લુણાવાડા ટાઉનમાં લુણેશ્વર ચોકીથી વરધરી રોડ, ચાર કોશીયા રોડ, કોટેજ રોડ, ધોળી રોડ વિગેરે વિસ્તારમાં રોડ ઉપર બેસેલ ગાયો, આખલાઓ બળદો ના શિંગડા ઉપર રેડિયમ રિફલેકટર લગાવવામા આવ્યા.જેથીરાત્રીના સમયે વાહનચાલકોને તકલીફ પડે નહીં.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!