Gujarat

મહીસાગર LCBએ સંતરામપુર વિસ્તાર માંથી 2 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

Published

on

પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી.પી. ચિરાગ કોરડિયા તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક રાકેશ બારોટ દ્વારા પ્રોહીબીશનની અસરકારક કામગીરી કરવા તેમજ મહીસાગર જિલ્લામાં દારૂની હેર-ફર તથા વેચાણ સહિતની પ્રોહિબીશનની અસામાજીક પ્રવૃત્તિ કરનાર ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા સુચના કરલ હોય જેમાં મહીસાગર એલ.સી.બી પોલીસ ઇન્સ્પેકટર.આર.ડી. ભરવાડ તથા પો.સ.ઇ. કે.સી. સીસોદીયા ની સુચના અને માર્ગદર્શન આધારે સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ તથા વાહન ચેકીંગમાં હતા. તે દરમ્યાન એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર.આર.ડી. ભરવાડ ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે આનંદપુરી તરફથી ભમરી ચેક પોસ્ટ તરફ એક કાર માં ચોરખાનુ બનાવી પરપ્રાંતીય દારૂ ભરી આવનાર છે.

તેવી ચોક્કસ બાતમીના આધારે સાથે એલ.સી.બી. સ્ટાફના માણસો ભમરી ચેક પોસ્ટ નજીકમાં સરકારી વાહનમાં વોચમાં રહેલ તે દરમ્યાન ઉપરોકત વર્ણનવાળી ગાડી આવતા વાહનોની આડાશ કરી ગાડીને ઝડપી પાડેલ જે ગાડી શંકાસ્પદ લાગતા સંતરામપર પોલીસ સ્ટેશન લાવી વધુ ચેક કરતા ગાડીના ચોર ખાનામાંથી અલગ અલગ માર્કના પરપ્રાંતીય ભારતીય બનાવટની કાચની બોટલો કુલ નંગ – ૧૨૮ જેની કલ કીંમત રૂા.૭૩,૯૦૨/- સાથ દારૂની હેરાફેરીમા ઉપયોગમા લીધેલ મારૂતી SX4 ગાડી ની કિંમત.રૂા.૧,૫૦,૦૦૦/- તથા આરોપીની અંગઝડતીમાથી મળેલ મોબાઇલ નંગ-૧ ની કિંમત.રૂા.૦૫,૦૦૦/- તથા રોકડ રૂપીયા ૧૦૦૦/- મળી કુલ કિંમત.રૂા ૨,૨૯,૯૦૨/- નો મુદ્દામાલ મળી આવેલ જેથી આરોપી વિરૂધ્ધ સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશનનો ગુનો નોંધી પ્રોહી એક્ટ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Advertisement

(પ્રતિનિધિ સલમાન મોરાવાલા સંતરામપુર)

Advertisement

Trending

Exit mobile version