Dahod
ઝાલોદ નગરના માઈભક્તો સંઘ પગપાળા પાવાગઢ જવા રવાના

માઈભક્તોના સંઘ દ્વારા ખોડિયાર માતાના મંદિરે આરતી માતાના આશીર્વાદ લઇ યાત્રાએ જવા રવાના
ઝાલોદ જય માતાજી પગપાળા સંઘના માઈભક્તોનું સંઘ 11-10-2023 ના બુધવારના દિવસે રાત્રીના 8 વાગે પાવાગઢ પગપાળા જવા માટે નીકળ્યા હતા. માઈભક્તો દ્વારા સહુ પ્રથમ ખોડિયાર માતાના મંદિરે આરતી કરી પ્રસાદ લઇ મંદિરના પ્રાંગણમાં ઢોલ નગારા સાથે ગરબાની રમઝટ જમાવી બોલ માડી અંબે જય જય અંબેના જય જય કાર સાથે મંદિર માંથી નગરના માર્ગો પર થઈ પાવાગઢ પગપાળા જવા માટે નીકળ્યા હતા.
માઈભક્તોના સંઘને યાત્રા માટે શુભકામનાઓ આપવા માટે મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટી પડેલ હતું. પગપાળા સંઘ જનાર સહુ માઈભક્તોની યાત્રા સફળ નીવડે તે માટે ઉપસ્થિત સહુ લોકોએ માઁ અંબા પાસે પ્રાર્થના કરી હતી.