Gujarat
GPSC દ્વારા દદનીશ વન સંરક્ષક,વર્ગ-રની મુખ્ય પરીક્ષા વાવાઝોડાને કારણે હાલ પૂરતી મોકૂફ રખાઇ
મગુજરાત જાહેર સેવા આયોગ – GPSC દ્વારા જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૨-૨૩, મદદનીશ વન સંરક્ષક, વર્ગ-રની મુખ્ય પરીક્ષા (લેખિત) તા. ૧૯, ૨૧ અને ૨૩ જૂન ૨૦૨૩ના રોજ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ રાજ્યમાં બિપરજોય વાવાઝોડાને ધ્યાને લઈ તા.૧૯ જૂન-૨૦૨૩ના રોજ યોજાનાર પરીક્ષા પેપર-૧ અને ર મોકૂફ રાખવામાં આવી છે.
જ્યારે તા.૨૧ અને તા.૨૩ જૂન ૨૦૨૩ના રોજની પરીક્ષા પેપર-૩, ૪ અને ૫ યથાવત રાખવામાં આવી છે. મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષા બાબતે આયોગ દ્વારા ટૂંક સમયમાં આયોગની વેબસાઈટ પર તારીખ જાહેર કરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા સંયુક્ત સચિવ, ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું હતું.