Panchmahal
શૈક્ષણિક ક્ષેત્ર વિદ્યાર્થીઓ માટે પ્રેરણા અને પ્રોત્સાહક રૂપ એટલે મૈત્રી મંડળ ટ્રસ્ટ.

શિક્ષણ એટલે સમાજ માટે અભિન્ન અંગ ગણાય છે. એમાં ઘોઘંબા તાલુકામાં શિક્ષણ અને સમાજ ક્ષેત્રે ઉમદા કાર્ય કરનાર મૈત્રી મંડળ ટ્રસ્ટ મુંબઈ વડોદરા આણંદ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે . આજ રીતે ચાલુ શૈક્ષણિક સત્રના અંતે ધોરણ પાંચમાં પ્રથમ નંબર મેળવનાર પાંચ જેટલી પ્રાથમિક શાળાઓ દુધાપુરા પ્રાથમિક શાળા- ચાવડા પ્રીતિબેન પ્રતાપસિંહ, રાઠવા ફળિયા દુધાપુરા- રાઠવા પ્રિયંકાબેન મુકેશભાઈ, દાતોલ પરમાર વંદનાબેન સંજયભાઈ, ઉંચાબેડા બારીયા સોનિયાબેન ગણપતભાઈ, ખરોડ પ્રાથમિક શાળા વહુનીયા શિવરાજ કુમાર કમલેશભાઈ જેઓ વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવી અને ઉત્તીર્ણ થયા છે ત્યારે તેઓને સંસ્થા દ્વારા પ્રોત્સાહક રૂપે મોંઘી કિંમતની બ્રાન્ડેડ કંપનીની કાંડા ઘડિયાળ ભેટ આપવામાં આવેલ છે.
આવા ઉત્કૃષ્ટ કાર્ય કરનાર મૈત્રી મંડળ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ તથા દાતાઓનો તમામ શાળાઓના શિક્ષકો, વાલીઓ તથા એસએમસીના સભ્યો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા શિક્ષક રાજેશકુમાર પટેલ દ્વારા વિવિધ શાળાઓના બાળકો સુધી ગિફ્ટને પહોંચતી કરવામાં આવેલ છે.