Gujarat
મૈત્રી મંડળ ટ્રસ્ટ .મુંબઈ- વડોદરા – આણંદ દ્વારા ઘોઘંબામાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય.
(ગોકુળ પંચાલ દ્વારા)
મૈત્રી મંડળ ટ્રસ્ટ. મુંબઈ વડોદરા આણંદ અને ઘોઘંબાના વિવિધ દાતાઓ દ્વારા સરદાર પટેલ જન્મ જયંતી નિમિત્તે ઘોઘંબા તાલુકાની ૪૭ જેટલી પ્રાથમિક શાળાના 115 જેટલા પાલક માતા-પિતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે ચિંતન અને માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ભૂપેન્દ્રસિંહ સોલંકી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રંગીતસિંહ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ ગુણવંતસિંહ ગોહિલ, ઘોઘંબા ,ડાહયાભાઈ સોલંકી, જિલ્લા શિક્ષણ સમિતિ પંચમહાલના પૂર્વ ચેરમેન રમેશભાઈ રાઠવા, જિલ્લા સભ્ય રમેશભાઈ, પરોલી સરપંચ ગણપતભાઈ, ઘોઘંબા સરપંચ નિલેશભાઈ વરિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ પંડ્યા, ઘોઘંબા શિક્ષક સંઘના પ્રમુખ નરવતભાઈ રાઠવા, , જિલ્લા સદસ્ય મીનાભાઈ રાઠવા, દુધાપુરા ગામના આગેવાનો અને વિવિધ પ્રાથમિક શાળાના આચાર્ય મિત્રો અને શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થીઓ તથા પાલક માતા પિતા આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
બાલ સુરક્ષા કચેરી ગોધરા માંથી પુષ્પેન્દ્રભાઈ સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને મળતા વિવિધ લાભોની સમજણ આપવામાં આવી હતી, પધારેલા મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ અને તેઓની શૈક્ષણિક કારકિર્દી કોઈપણ જગ્યાએ અટકે નહીં તેની સુંદર માહિતી સાથે શુભ આશીર્વાદ આપ્યા હતા. સદર ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને એક જોડ કપડા, શૈક્ષણિક કીટમાં કંપાસ ફૂટપટ્ટી સ્કેચપેન દેશી હિસાબ,પેન, પેન્સિલ તથા ચંપલ જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી હતી. મૈત્રી મંડળ ટ્રસ્ટના પ્રતિનિધિ તરીકે પ્રાથમિક શિક્ષક રાજેશભાઈ પટેલ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નવીનભાઈ મુનિયા, કિશોરભાઈ કલાસવા ધર્મેન્દ્રભાઈ સોલંકી રમેશભાઈ નાયકા, રમેશભાઈ સોલંકી, કમલેશભાઈ તથા નરેન્દ્ર ભાઈ ચૌહાણ જેવા ઉત્સાહી શિક્ષક મિત્રો દ્વારા સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થા સંચાલન કરી કાર્યક્રમને સફળ બનાવવા ઉત્સાહપૂર્વક મહેનત કરી હતી. શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન રમેશભાઈ રાઠવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઘોઘંબા તાલુકાના ઊંડાણ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આ પ્રકારની સુંદર પ્રવૃત્તિઓ એ વિદ્યાર્થીઓનું જીવન ઘડતર અને તેઓના જીવનના રાહબરનો એક નવીન પંથ રચાશે.
મંદિરના પૂજારી બાલભદ્રભાઈ ત્રિવેદી અને મહેશભાઈ તથા ગામના અગ્રગણ્ય નાગરિક ગોકુળભાઈ પંચાલ દ્વારા વ્યવસ્થા સંચાલનમાં સહયોગ આપ્યો હતો. સાથે સાથે પરોલી ગામના પૂર્વ ઉપ સરપંચ કોલાભાઈ સોલંકી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં આજે દુધાપુરા પ્રાથમિક શાળાના હાલના અને ભૂતપૂર્વ શિક્ષકો દ્વારા અને ઉપસ્થિત મહેમાનો દ્વારા શિક્ષક રાજેશકુમાર પટેલના જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમના અંતે સુરુચિ ભોજન લઈ અને છૂટા પડ્યા હતા.