Connect with us

Panchmahal

દુનિયા ભરમાં આનંદ અને ઉત્સાહ સાથે પુરી દુનિયામાં ઉજવવામાં આવતો તહેવાર એટલે મકરસંક્રાંતિ (ઉત્તરાયણ)..

Published

on

Makarasankranti (Uttarayana) is a festival celebrated all over the world with joy and enthusiasm.
  • ભારત સરકાર દ્વારા મકર સંક્રાતિને રાષ્ટ્રીય તહેવારોમાં માંથી એક ગણવામાં આવ્યો છે.
  • મકરસંક્રાંતિનો મહત્વપુર્ણ સમય, પરિવર્તનનો,જુનું તજી અને નવું અપનાવવાનો સમય તરીકે ઓળખવામાં આવે છે.

આપણાં દેશમાં અનેક સંપ્રદાય સહિત અનેક ધર્મ ના લોકો વસે છે,ત્યારે આપણા દેશમાં પ્રાચીન સમયથી નવરાત્રી,હોળી,ઉતરાયણ,ઈદ,મહોરમ,દિવાળી જેવાં અનેક નાનાં -મોટાં તહેવારો ની ઉજવણી ખુબ જ ધામધૂમથી અને ખૂબ જ સુંદર રીતે સાથે મળી ને કરવામાં આવે છે.ત્યારે આ તહેવારો માંથી એક તહેવાર દિવાળી પછી આવતો ઉતરાયણ ના તહેવારને આપણે સામાજિક તહેવાર કહીએ છીએ કારણ કે આ તહેવાર દરેક ધર્મના લોકો સાથે મળીને ખૂબ ઉત્સાહ ને ઉમંગ સાથે આપણાં દેશના અલગ અલગ રાજ્યો માં અલગ અલગ નામ અને રીત સાથે મનાવવામાં આવે છે.આ તહેવાર ખ્રિસ્તીધર્મ ના કેલેન્ડર મુજબ આવતો હોવાથી તારીખ માં કોઈ ફેરફાર થતો નથી,તો બીજી તરફ આ તહેવાર હિંદુ ધર્મનો પણ સામાજિક મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે,મોટા શહેરમાં તો દિવાળી પછી તરત જ ઉત્તરાયણની પૂર્વ તૈયારી શરૂ થઈ જાય છે . કારણકે આ તહેવારમાં પતંગને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે.તો આ દિવસે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ ની દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણ નો પ્રારંભ ૨૧ થી ૨૨ ડીસેમ્બર થી થાય છે.તો મોટા ભાગ ના લોકો મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એકજ દિવસે હોય તેમ માને છે. અંદાજે ૧૮૦૦ વર્ષ પહેલા મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એકજ સાથે થતી હતી, તેથી હાલ પણ લોકોમાં મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ માટે ગેરસમજ પણ હોય શકે છે.મકરસંક્રાંતિ એટલે ખગોળીય શાસ્ત્ર અને રાશિઓ મુજબ સૂર્ય એક રાશી માંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે.

આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે.જ્યારે સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે. ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે જે ૧૪ જાન્યુઆરીની આસપાસ નો સમય હોય છે. ઇ.સ.૨૦૧૬નાં જાન્યુવારી મહિનામાં ખગોળીય દૃષ્ટીએ મકરસંક્રાંતિ ૧૪ જાન્યુવારીના બદલે ૧૫ જાન્યવારીના દિવસે હતી.આમ,મકર સંક્રાતિના દિવસ ને શુભ મુહુર્ત માનવામાં આવે છે,તો બીજી તરફ મકરસંક્રાંતિએ જ્ઞાનની દેવી માં સરસ્વતીની પૂજા,આદર કરવાનો પણ તહેવાર છે.જીવનનાં લક્ષ્યો પુરા કરવાની ઇચ્છા રાખનાર માટે આ આદર્શ સમય મનાય છે.આથી મકર સંક્રાતિને આ શુભ સમયની શરૂઆત રૂપે તેને ઉજવવામાં આવે છે.સાથે દુનિયા ના દેશોમાં અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવતી હોય છે.ત્યારે આપણાં ગુજરાતમાં આ સમયે શેકેલા ધાન્યની અને તલની મિઠાઇઓ સહિત અન્યખાધ પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે,બહેન-દિકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે આ ઉપરાંત ઘઉંની ધુધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે.ત્યારે ભારતનાં અન્ય રાજ્યોમાં આજનાં દિવસે માલિક પોતાનાં નોકરોને અન્ન,વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન-ભેટ સ્વરૂપે આપે છે.સાથે જમવામાં ભારત ના ઉત્તરી રાજ્યો મા દાળ તેમજ ભાત ના મિશ્રણ થી બનાવેલ ખીચડી આ તહેવાર ની ખાસ ઓળખ મનાય છે. તેમાય ખાસ કરી ને ગોળ તેમજ ઘી સાથે ખીચડી ખાવા નુ વિશેષ મહત્વ મનાવામા આવે છે.ખીચડી સિવાય મોટેભાગે તલ, મમરા તેમજ ગોળ થી બનાવેલ લાડૂ અને બીજા ઘણા પ્રકાર ની વાનગીઓ આ દિવસ નિમિતે પકાવવા મા આવે છે. આવી વાનગીઓ બનાવી એક-બીજા ને ભેટ રૂપે પણ આપવાનો એક રીવાજ આ પ્રાંતો મા વધુ પ્રચલિત છે. ભારત ના બિહાર, ઝારખંડ તેમજ પશ્ચિમ બંગાળ મા દહીં-ચૂડા તેમજ તલ થી બનેલ વાનગીઓ ખાવાનુ તેમજ ખવડાવવા ની રીત સદીયો થી ચાલી આવે છે.

Makarasankranti (Uttarayana) is a festival celebrated all over the world with joy and enthusiasm.

તો મકરસંક્રાંતિનાં પછીનાં દિવસે પશુ-પ્રાણીઓમાં ખાસ તો ગાય ને યાદ કરીને તેનું પૂજન કરવામાં આવે છે.નાની બાળાઓનાં હાથે પશુ,પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે.આ દિવસે યાત્રા-પ્રવાસ કરવો અનુચિત મનાય છે,કારણકે આ દિવસ કુટુંબ-પરિવારનાં મિલન અને પરિવાર માટે સમર્પણનો છે.આ દિવસે ગુરુજનો પોતાનાં શિષ્યોને આશીર્વાદ આપે છે.તો બીજી તરફ તમામ ઉંમરનાં લોકો હ્રદયમાં ખુશી અનુભવતા, સુંદર વસ્ત્ર પરિધાન કરી અને વહેલી સવારથી જ પોતાના ઘરનાં ધાબા પર કે અગાશીઓ પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે.આખો દિવસ “કાપ્યો છે!” “એ કાટ્ટા!” “લપેટ લપેટ” “એ ગઈ” જેવી વિવિધ કિકિયારીઓ સાથે ડી.જે,સાઉન્ડ,પીપોડા નો અવાજ સાંભળવા મળે છે.તો આકાશ ઇન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગો વડે છવાઇ જાય છે.તો શેરીએ,ગલીએ,રોડ પર પતંગો લૂંટવા માટે અનેક લોકો વાસ ના લાકડાં, ઝાંખરા કે અન્ય વસ્તુઓ લઈને દોડતાં જોવાં નો આનંદ પણ કંઈક અલગ જ હોય છે.ગુજરાતીઓ આ દિવસે તલ અને ગોળ માંથી બનાવેલી તલ સાંકળી અને ચિકી ખુબ ખાય અને ખવડાવે છે,અને આખો દિવસ પોતાની પતંગ ઉડાડવાની કલાનું અન્ય ઉડતી પતંગોને કાપીને પ્રદર્શન કરતા રહે છે. રાત્રે પણ આ ક્રમ આનંદભેર ચાલતો રહે છે. શોખીનો રાત્રે કાળા અંધારા આકાશમાં સફેદ પતંગો અથવા પતંગ સાથે બાંધીને ‘ફાનસ'(કાગળનો દિવો) ઉડાડે છે.તો કેટલાક લોકો મોટાં મોટાં ગુબ્બારા ઉડાવે જેથી આકાશ માં ખૂબ રહસ્યમય વાતાવરણ લાગે જેને વડોદરા,અમદાવાદ,રાજકોટ, સુરત માં ‘ટુક્કલ’ તરિકે ઓળખવામાં આવે છે.

Advertisement

મકરસંક્રાંતિનો બીજો દિવસ ‘વાસી ઉતરાયણ’ કે ‘વાસી ખીહર’ તરીકે મનાવાય છે.આમ સતત બે દિવસ આ આનંદમય તહેવારની ઉજવણી ચાલે છે.તો આમ,ઉત્તરાયણ ને ઉત્તર ભારતના પંજાબ અને હિમાચલ પ્રદેશ રાજ્યોમાં લોહડી અથવા લોહળી,પૂર્વ ભારતના બિહારમાં સંક્રાંતિ,આસામ માં ભોગાલી બિહુ,પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં મકરસંક્રાંતિ, પશ્ચિમ ભારતના ગુજરાત અને રાજસ્થાનમાં ઉત્તરાયણ,મકરસંક્રાંતિ તો મહારાષ્ટ્ર માં સંક્રાન્ત,દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશમાં તેલુગુ,તમિલનાડુમાં પોંગલ,કર્ણાટક માં સંક્રાન્થી તથા સબરીમાલા મંદિરમાં મકર વલ્લાકુ ઉત્સવ સહિત ભારતનાં અન્ય ભાગોમાં ઉતરાયણ કે મકરસંક્રાંતિ નામો થી ઓળખવામાં આવે છે.તો વાત કરીએ આ તહેવાર માં ઉડાડવામાં આવતી પતંગના ઇતિહાસ ની તો કહેવાય છે કે ઇસા પૂર્વ ત્રીજી સદીના સમય દરમ્યાન ચીનમાં પતંગની શોધ થઇ હતી.પતંગ બનાવવા માટે જરૂરી સામગ્રી જેવી કે પતંગ ઉડાડવા માટેનો મજબૂત દોરો, તેને અનુરૂપ હલકીને મજબૂત વાંસ તથા રેશમનું કપડુ ચીનમાં ઉપલબ્ધ હતું.દુનિયાની પ્રથમ પતંગ એક ચીની દાર્શનિક મોડીએ બનાવી હતી. આ ચીન પછી પતંગનો ફેલાવો જાપાન, કોરીયા, થાઇલેન્ડ, બર્મા, ભારત, અરબ, ઉત્તર આફ્રિકા સુધી થયો. પતંગ ઉડાડવાનો શોખ દુનિયાના અનેક ભાગોમાં થઇ ભારતમાં પહોંચ્યો અને ભારતની સંસ્કૃતિ અને સભ્યતામાં ધીમે ધીમે વણાઇ ગયો.તો બીજી તરફ અન્ય દેશોમાં પતંગ ૨૩૦૦ વર્ષના ઇતિહાસમાં વિવિધ માન્યતાઓ પરંપરાઓ અને અંધવિશ્વાસોની વાહક પણ રહી છે.

Makarasankranti (Uttarayana) is a festival celebrated all over the world with joy and enthusiasm.

માનવીની આકાંક્ષાઓને આકાશની ઉંચાઇઓ સુધી લઇ જનારી પતંગ ક્યાંક અપશુકનની કે પછી ક્યાંક ઇશ્વર સુધી પોતાનો સંદેશ પહોંચાડવાના માધ્યમના રૂપમાં પ્રતિષ્ઠિત છે.કહેવામાં આવે છે કે ચીનમાં કિંગ રાજવંશના શાસક દરમિયાન પતંગ ઉડાડીને તેને અજ્ઞાત છોડી દેવાને અપશુકન માનવામાં આવતું. તદઉપરાંત કપાયેલી પતંગને પકડવી કે ઉઠાવવાને પણ અપશુકન માનવામાં આવતું.થાઇલેન્ડના લોકો પોતાની પ્રાર્થના ભગવાન સુધી પહોચાડવા માટે વર્ષાઋતુમાં પતંગ ઉડાડતા. કોરિયામાં પતંગ પર બાળકોના નામ અને તેની જન્મ તારીખ લખી ઉડાડવામાં આવતી કે જેથી એ વર્ષે બાળક સાથે સંકળાયેલું દુર્ભાગ્ય પણ પતંગની સાથે જ ઉડી જાય.આમ,પતંગ ધાર્મિક આસ્થાઓના પ્રદર્શનનું પણ માધ્યમ રહી એમ પણ માની શકાય છે.બીજી તરફ ભારતીય વેદ અને પુરાણો પર નજર કરીએ તો આ દિવસે પ્રાચીનકાળથી સૂર્યઉપાસનાનું મહત્ત્વ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે ‘પતંગ’ શબ્દ વપરાયો છે.આર્યો પ્રજા સૂર્યતત્ત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા એવું પણ જાણવા મળી આવેછે.વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાપ્ત થાય છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય તેવી માંગણી કરવામાં આવી છે.

Advertisement

જયોતિષશાસ્ત્ર મુજબ આ સંક્રાંતિમાં સૂર્યપૂજા-ઉપાસનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. સૂર્ય મકરમાં પ્રવેશતાં કમુરતા પૂર્ણ થાય છે અને લગ્નાદિ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે.તો ઉત્તરાયણ નો આ તહેવાર મહાભારત ના સમય સાથે સબંધ ધરાવે છે કહેવામાં આવે છે કે મહાભારતમાં કુરુ વંશનાં સક્ષક ભીષ્મ પિતામહે કે જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું તેમણે બાણ શય્યા પર પડ્યા રહીને ઉત્તરાયણનાં દિવસે એટલે કે જ્યારે સૂર્ય ઉત્તર અયનમાં પ્રવેશે ત્યારે જ પોતાનો દેહ ત્યાગ કરવાનું કહ્યું હતું. આપણા શાસ્ત્રોમાં દક્ષિણાયન કરતાં ઉત્તરાયણને શુભ માનવામાં આવે છે. આમ ઉત્તરાયણનો દિવસ તે ભીષ્મ દેહોત્સર્ગના પર્વ તરિકે પણ ઉજવવામાં આવે છે.આ દિવસે નાનાં મોટાં ભારતમાં ઘણા મેળાઓ યોજાય છે, ખુબજ પ્રખ્યાત મેળો કુંભ મેળો છે જે દર બાર વર્ષે હરિદ્વાર, પ્રયાગ,ઉજ્જૈન અને નાસિક આ ચાર જગ્યાએ વારાફરતી યોજાય છે.માઘ મેળો કે મીની કુંભ મેળો દર વર્ષે પ્રયાગમાં અને ગંગાસાગર મેળો,કલકત્તા નજીક ગંગા નદી પર જ્યાં બંગાળના ઉપસાગરને મળે છે, ત્યાં યોજાય છે.અને કેરળના સબરીમાલા મંદિરમાં મકરસંક્રાંતિ ઉજવાય છે,જ્યાં ‘મકર વિલક્કુ’ ઉત્સવ પછી ‘મકર જ્યોતી’ નાં દર્શન કરાય છે. આમ આ ઉત્તરાયણ ના તહેવારના બે દિવસ ખૂબ પવિત્ર અને જીવનમાં આણંદ માણવા લાયક મનાય છે…

પ્રતિનિધિ:-પંચમહાલ નો ભોમિયો..
લક્ષ્મણ રાઠવા ઘોઘંબા …

Advertisement
error: Content is protected !!