Food
ઘરે જ બનાવો અદભુત ટેસ્ટી ચીઝ આલુ પરોઠા, જાણો કેવી રીતે બનાવશો
આલુ પરાઠા તો તમે ઘણા ખાધા હશે. પરંતુ અહીં જણાવેલા મસાલાના ભરેલા પરાઠા ખાધા પછી તમે કહેશો કે શું ટેસ્ટ છે. આજે એવા આલુ અને ચીઝ પરાઠાની રેસિપી ગુજરાતી જાગરણ તમને જણાવશે જેને ખાધા પછી મજા પડી જશે. ઢાબા સ્ટાઈલ પરાઠા તમે ઘરે પણ બનાવી શકે છો. તો ચાલો જોઈએ કે 4 સ્ટેપમાં આ રેસિપી કેવી રીતે બને છે અને તેના માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે.
આલુ પરોઠા બનાવવાની સામગ્રી
- ઘઉંનો લોટ,
- બાફેલાં બટાકા,
- કોથમીર,
- લીંબુનો રસ,
- આમચુર પાવડર,
- ધાણાજીરું,
- શેકેલા જીરાનો પાવડર,
- કસુરી મેથી,
- ચાટ મસાલો
- ડુંગળી સમારેલી,
- ગોળ,
- ચીજ ક્યુબ,
- લીલાં મરચાં,
- ગરમ મસાલો,
- લાલ મરચું પાઉડર,
- આદું,
- માખણ,
- તેલ,
- પાણી.
સ્ટેપ- 1
સૌ પ્રથમ એક કાથરોટમાં ઘઉંનો લોટ, તેલ,મીઠું અને પાણી નાખીને લોટ બાંધી લો.
સ્ટેપ- 2
હવે એક બાઉલમાં બાફેલાં બટાકાને મેશ તેમા બાફેલાં બટાકા, કોથમીર, લીંબુનો રસ,આમચુર પાવડર, ધાણાજીરું, શેકેલાજીરાનો પાવડર, કસુરી મેથી, ચાટ મસાલો, ડુંગળી સમારેલી, ગોળ, ચીજ ક્યુબ, ખાંડ, લીલાં મરચાં, ગરમ મસાલો, લાલ મરચું પાઉડર, આદું મિક્સ કરી મસાલો બનાવી લો.
સ્ટેપ- 3
હવે બાંધેલા લોટમાંથી લૂઓ લઈને વણી તેના પર મસાલા લગાવીને ફરીથી વણી લો.
સ્ટેપ- 4
હવે ગેસ પર એક તવો ગરમ કરી તેના પર તેલ લગાવીને પરાઠાને મૂકીને બંને બાજુ તેલ કે માખણ લગાવી શેકી લો. હવે એક પ્લેટમાં રાખીને તેના પર માખણ લગાવીને ચટણી કે અથાણા સાથે સર્વ કરો.