Food
ઉનાળામાં બનાવીને પીવો ઠંડો-ઠંડો મેંગો શેક, જાણો રેસિપી
કેરીનો સ્વાદ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેને કાચી અને પાકી બંને રીતે ખાવામાં આવે છે. કાચી કેરીનું અથાણું, ચટણી વગેરે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, જ્યારે પાકેલી કેરીમાંથી બનાવેલો શેક પણ લાજવાબ હોય છે. મોટાભાગના લોકોને મેંગો શેક પસંદ હોય છે. તેને પીતા જ તન-મન બંને તરોતાજા થઈ જાય છે. તો ચાલો જાણીએ ઘરે જ મેંગો શેક બનાવવાની સરળ રીત.
મેંગો શેક બનાવવા માટેની સામગ્રી
- 2 પાકી કેરી
- 2 કપ દૂધ
- 1 ચમચી ડ્રાઈ ફ્રૂટ્સ
- 3 ચમચી ખાંડ
- 6થી 7 બરફના ટુકડા
બનાવવાની રીત
- મેંગો શેક બનાવવા માટે પહેલા કેરીને લગભગ અડધો કલાક પાણીમાં પલાળી રાખો.
- ત્યારબાદ કેરીને પાણીમાંથી બહાર કાઢો, તેની છાલ કાઢી લો અને કેરીના પલ્પના ટુકડાને એક બાઉલમાં રાખો.
- હવે મિક્સરની જારમાં કેરીના ટુકડા, 1 કપ ઠંડુ દૂધ અને ખાંડ ઉમેરોને જારનું ઢાંકણ બંધ કરીને ગ્રાઈન્ડ કરી લો.
- આ વાતનું ખાસ ધ્યાન રાખો કે મેંગો શેકનું ટેક્સચર સ્મૂધ હોવું જોઈએ.
- આ પછી એક વાસણમાં મેંગો શેકને બહાર કાઢો અને તેમાં 1 કપ દૂધ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- જો શેક વધારે જાડો લાગે તો તમે દૂધની માત્રા વધારી કે ઘટાડી શકો છો.
- આ પછી સર્વિંગ ગ્લાસમાં મેંગો શેક નાખો અને તેને 3-4 આઈસ ક્યુબ્સ અને ડ્રાયફ્રુટ સ્લાઈસથી ગાર્નિશ કરો.
- તૈયાર છે તમારો ટેસ્ટી મેંગો શેક.