Food
15 મિનિટમાં બાળકો માટે બનાવો ટેસ્ટી સ્વીટ કોર્ન સેન્ડવિચ
સ્વીટ કોર્ન સેન્ડવિચ બનાવવા માટેની સામગ્રી
- મકાઈ 1 કપ (બાફેલી)
- બ્રેડ સ્લાઈસ
- ટામેટા 1/2 કપ (સમારેલા)
- ડુંગળી 1/2 કપ (ઝીણી સમારેલી)
- કોથમીર 1 ચમચી (ઝીણી સમારેલી)
- મીઠું, મરી પાવડર
- ચટણી અથવા મેયોનેઝ
બનાવવાની રીત
- આ સેન્ડવિચને બનાવવા માટે એક બાઉલમાં બાફેલી મકાઈ, મીઠું, કાળા મરી પાવડર, ડુંગળી, ટામેટા, કોથમીર વગેરેની સાથે મિક્સ કરી લો.
- આ પછી એક બ્રેડ સ્લાઈસને લો અને તેના પર ચટણી અથવા મેયોનીઝ લગાવો.
- હવે તૈયાર કરેલા મિશ્રણને બ્રેડ સ્લાઈસ ઉપર એક ચમચી વડે લગાવો અને બીજી બ્રેડ સ્લાઈસથી ઢાંકી દો.
- જો તમે ઈચ્છો તો તેને ગ્રીલ કરીને ટિફિનમાં રાખી શકો છો.