Connect with us

Vadodara

કાલોલ તળાવના બ્યુટીફિકેશન માટે ડિમોલેશન કરાવતા મર્દાની ઓફિસર

Published

on

male-officer-carrying-out-demolition-for-beautification-of-kalol-lake

સમગ્ર ભારતમાં કદાચ કાલોલ જ એક એવું ગામ હશે જેના તળાવમાં ત્રણસો ઉપરાંત મકાનો હોય અને તમામ મકાનો ના માલિકો કાયદેસરનો વેરો ભરતા હોય તળાવમાં ડામર રોડ હોય સ્ટ્રીટ લાઈટ ના થાંભલા હોય તથા પાલિકા દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ આપતા હોય તેવા મકાનો નું તળાવ બ્યુટીફિકેશન ના નામે ડિમોલેશન કરવામાં આવ્યું જેનો આક્રોશ તળાવમાં વસવાટ કરતા નાગરિકોમાં સ્પષ્ટપણે વર્તાય છે તેઓ દ્વારા જણાવવામાં આવે છે કે આ તળાવના મકાનોમાં રહેતા નાગરિકો દ્વારા નગરપાલિકાને સમયસર વેરો ચૂકવવામાં આવે છે તળાવમાં રોડ બનેલા છે સ્ટ્રીટ લાઈટ ના થાંભલાઓ છે વિદ્યુત બોર્ડ દ્વારા અમારા મકાનોને કાયદેસરના લાઈટ કનેક્શન આપેલા છે છતાં પણ અમારા મકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે જે યોગ્ય નથી જોકે આ બાબતે પાલિકાના એક નિવૃત્ત કર્મચારીના જણાવ્યા મુજબ આ તળાવનો અડધો ભાગ ગામતળમાં આવે છે અને અડધો ભાગ તળાવના સ્વરૂપમાં છે

male-officer-carrying-out-demolition-for-beautification-of-kalol-lake

1983માં જેતે વખતની સતાધીસો દ્વારા તળાવમાં બાંધકામ માટેની પરવાનગી આપવામાં આવી હતી જો કે જે તે વખતના સત્તાધિશો દ્વારા પોતાની મત બેંક ઉભી કરવાના આશયથી તળાવમાં બાંધકામ માટેની પરવાનગી આપ્યા નું લોક મુખે ચર્ચાઈ છે 1993માં સળંગ ચારેક દિવસ ભારે વરસાદની હેલી થઈ હતી તે વખતે આ તળાવ છલકાઈ ગયું હતું અને લોકો પોતાના ઘરો છોડી અન્ય સ્થળે સ્થળાંતર કર્યુ હતુ જે તે વખતના મુખ્યમંત્રી સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલ હવાઈ નિરીક્ષણ કરવા માટે કાલોલ આવ્યા હતા અને ત્યારબાદ પણ કાલોલનું તળાવ અનેક વખત ભારે વરસાદને કારણે ભરાઈ ગયું હતું અથવા તો છલકાઈ ગયું હતું પરંતુ માત્ર એક વખત ચીમનભાઈ પટેલની સરકાર વખતે તલાવના રહીશોને રાહત ચૂકવવામાં આવી હતી

Advertisement

male-officer-carrying-out-demolition-for-beautification-of-kalol-lake

ત્યારબાદ એક પણ વખત રાહત ચૂકવવામાં આવી નથી નગરપાલિકા કાલોલ દ્વારા જ્યારે પણ તળાવ ભરાઈ જાય ત્યારે પાણીની મોટર મૂકી પાણી કાઢવાનું કામ હાથ ધરવામાં આવતું હતું અને જળસ્તર ઓછું કરવામાં આવતું હતું સત્તાધીશો અને તળાવમાં વસવાટ કરતા નાગરિકો અનેક વખત આમને સામને આવ્યા ના દાખલાઓ મોજુદ છે અને પુનઃ એક વખત કાલોલ તલાવ નો વિવાદ ચરમ સીમા પર પહોંચ્યો છે આ તળાવની પાળ પર અને તળાવમાં 300 ઉપરાંત મકાનો છે આ વખતે તળાવ વિસ્તાર માં વસતા લોકોના ઘરો જે તળાવ બ્યુટીફિકેશનના કામે નડતરરૂપ હતા તેવા મકાનો પાલિકાના દબંગ મુખ્ય અધિકારી જેવો હાલમાં કાલોલ નગરપાલિકાના ચાર્જમાં છે તે હિરલબેન ઠાકર દ્વારા દબાણો હટાવ ઝુંબેશના ભાગરૂપે તોડી પાડવામાં આવ્યા છે જોકે આ મકાનોમાં રહેતા લોકો દ્વારા સવાલો કરવામાં આવે છે કે અમારા મકાન તોડી પાડવામાં આવ્યા છે અમે બે ઘર થઈ ગયા છે

male-officer-carrying-out-demolition-for-beautification-of-kalol-lake

અમારે રહેવું કયા એ વિકટ પ્રશ્ન અમોને સતાવી રહ્યો છે તો બીજી તરફ કાલોલ નગરપાલિકાના સી.ઓ હિરલબેન ના જણાવ્યા મુજબ કાલોલ તળાવ માટેના બ્યુટીફિકેશન માટેની ગ્રાન્ટ આવી છે અને તે લેપ્સ ના થાય તે માટે તલાવનું બ્યુટીફિકેશનનું કામ હાથ ધરવામાં આવ્યું છે અને આ કામમાં નડતરરૂપ મકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે તથા હજુ જે પણ મકાનો નડતર થશે તેનું ડિમોલેશન કરવામાં આવશે વધુમાં મેડમ એ જણાવ્યું હતું કે ડિમોલેશન નું કામ હાથ ધરવામાં આવ્યા બાદ જેવો મકાનમાં રહેતા નહોતા તેવા લોકો તાત્કાલિક મકાનમાં રહેવા માટે આવી ગયા છે અને જે પણ મકાનો તોડવામાં આવ્યા છે તે ગામતળની જમીનમાં હોય તેવા મકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે

Advertisement
  • તળાવ બ્યુટીફિકેશન ના નામે ડિમોલેશન કરવામાં આવ્યું જેનો આક્રોશ તળાવમાં વસવાટ કરતા નાગરિકોમાં સ્પષ્ટપણે વર્તાય છે
  • કાલોલ તળાવ માટેના બ્યુટીફિકેશન માટેની ગ્રાન્ટ આવી છે અને તે લેપ્સ ના થાય તે માટે તલાવનું બ્યુટીફિકેશનનું કામ હાથ ધરવામાં આવ્યું છે
  • તળાવ અનેક વખત ભારે વરસાદને કારણે ભરાઈ ગયું હતું અથવા તો છલકાઈ ગયું હતું પરંતુ માત્ર એક વખત ચીમનભાઈ પટેલની સરકાર વખતે તલાવના રહીશોને રાહત ચૂકવવામાં આવી
  • તળાવની પાળ પર અને તળાવમાં 300 ઉપરાંત મકાનો છે
error: Content is protected !!