Chhota Udepur
માતા અને બાળ મૃત્યુદર ને ઘટાડવા મમતા અભિયાન કેમ્પ યોજાયો
પ્રતિનિધિ, કાજર બારીયા
આજ રોજ મંદવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિરામય છોટાઉદેપુર અને નિરામય ગુજરાત અંતર્ગત માતા મૃત્યુદર અને બાળ મૃત્યુ દર ને ઘટાડવા ના ભગીરથ પ્રયાસ ના ભાગરૂપે આથાડુંગરી, ખાટીયાવાંટ અને મંદવાડા એમ ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નો જીલ્લા પંચાયત છોટાઉદેપુર અને તાલુકા હેલ્થ કવાંટ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંદવાડા ના સહયોગથી મમતા અભિયાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા તેમજ શિક્ષણ સમિતિ છોટાઉદેપુર ના ચેરમેન ભાવનાબેન જયેશભાઇ રાઠવા તેમજ તાલુકા પંચાયત કવાંટ ના ઉપપ્રમુખ મિલનભાઈ રાઠવા તેમજ છોટાઉદેપુર આરોગ્ય શાખા માંથી આરસી.એચઓ ડૉ. છારી હાજર રહયા હતા, તેમજ અ્થિતિ વિશેષ ધીરજ હોસ્પિટલ પીપળીયા થી ખાસ ડૉ. તજજ્ઞો ની ટીમ હાજર રહી હતી.
જેમાં કુલ ૩૧૩ જેટલાં લાભાર્થીઓ એ આ કેમ્પ નો લાભ લીધો હતો તેમજ સગર્ભા માતા ના રૂટિન ટેસ્ટ સિવાય વધારા ના ૫૦૦ જેટલાં રિપોર્ટ વધુ તપાસ માટે વડોદરા ખાતે મોકલવા માં આવ્યા છે. વધુ માં ૧૦૮ અને ખીલખિલાટ વિભાગ તરફથી સગર્ભા બહેનો ને લાવવા લય જવા માટે ખુબ સારો સહકાર મળ્યો હતો તેમજ મનુસ્મુર્તિ ટ્રસ્ટ તરફથી ૨૫ જેટલી કિશોરીઓને સેનેટરી પેડ પણ આપવામાં આવ્યા હતા. વધુ માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંદવાડા ના ડૉ હિતેશ રાઠવા તેમજ સુપરવાઇઝર જીતેશભાઇ રાઠવા અને આઠાડુંગરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ડૉ આશિષ બારીયા આ કેમ્પ ને સફળ બનાવવા માટે ખુબ જ મહેનત કરી હતી