Gujarat
મામલતદાર કચેરીમાં ચ્હા કરતાં કીટલી ગરમ રેકોર્ડ શાખાના કર્મચારીની વર્તણૂક ને મામલતદારનું ખુલ્લુ સમર્થન
(અવધ એક્સપ્રેસ દ્વારા)
ગળતેશ્વર તાલુકાની મામલતદાર ઓફિસમાં રેકોર્ડ શાખામાં ફરજ બજાવતા કર્મચારીની દાદાગીરી અને મનસ્વી વર્તનના કારણે બાર એસોસિએશનના વકીલોએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું
ગળતેશ્વર તાલુકાની મામલતદાર ઓફિસમાં ફરજ બજાવતા રમણભાઈ વાઘેલાની દાદાગીરી અને મનસ્વી વર્તનના કારણે આજરોજ ગળતેશ્વર બાર એસોસિએશન નાં વકીલ મિત્રો દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી
ગળતેશ્વર મામલતદાર ઓફિસમાં હંગામી ધોરણે રેકર્ડ શાખામાં ફરજ બજાવતા રમણભાઈ નામના કર્મચારી પોતાની દાદાગીરી તેમજ અરજદારો જોડે અણછાજતુ વર્તન કરતા હોવાની ફરિયાદો છેલ્લા ઘણા સમયથી વધવા લાગી હતી જ્યારે બે દિવસ પહેલા ગળતેશ્વરના એક વકીલ સાથે આ રમણભાઈએ અ સભ્ય વર્તન કરતા ગરતેશ્વર બારના વકીલમિત્રો એ આજરોજ મામલતદારને આ બાબતે રજૂઆત કરવા જતા મામલતદારએ વકીલોને ઉડાવું જવાબો આપતા આજરોજ ગળતેશ્વર બારના વકીલ મિત્રો આ રમણભાઈની આ બાબતને રજૂઆત કરવા માટે નાયબ કલેક્ટર ઠાસરા ને આવેદન પત્ર આપી રજૂઆત કરી વકીલો દ્વારા ….જો આ રમણભાઈ ની સામે કોઈ પગલા નહીં લેવાય તો ગળતેશ્વર બારના વકીલમિત્રો મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી આવા કર્મચારી ની ખોટી દાદાગીરી બંધ કરાવી લોકો ને ન્યાય મળે તેવા હેતુ થી ઉચ્ચકક્ષા સુધી રજૂઆતો કરવામાં આવશે અને જરૂર પડે ગાંધીજી માર્ગ પર અપનાવવાની તૈયારી વકીલમિત્રોએ બતાવેલ છે