Chhota Udepur
છોટાઉદેપુર જીલ્લા માં આભા કાર્ડ કામગીરી ૧૦૦% પૂર્ણ કરનાર પહેલું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંદવાડા.
પ્રતિનિધી, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
ભારત દેશ ના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આરોગ્ય ક્ષેત્રે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની ચિંતા કરી સમગ્ર દેશમાં અને ગુજરાત માં પણ આ આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ યોજના અમલમાં મુકી છે જે યોજના અંતર્ગત એક વાર ઓનલાઇન આભા કાર્ડ કઢાવી કાયમ માટે તે આભા કાર્ડ માં આરોગ્ય ને લગતી તમામ માહિતી કાયમ રહે છે તે યોજના અંતર્ગત છોટાઉદેપુર આરોગ્ય શાખા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અને કવાંટ તાલુકા આરોગ્ય અધિકારી તેમજ મંદવાડા મેડિકલ ઓફિસર સાહેબ ના માર્ગદર્શન હેઠળ મંદવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના તમામ આરોગ્ય કર્મીઓ ઝુંબેશ ના ભાગરૂપે ઘરે ઘરે જઈને આભા કાર્ડ કાઢવાની કામગીરી હાથ ધરી હતી જેમાં મંદવાડા પી એચ સી ના ૨૦ જેટલાં ગામોમાં ૧૯ હજાર જેટલી વસ્તી છે તે તમામ ના આ યોજના હેઠળ આ કાર્ડ કાઢવાની પ્રક્રિયા ૧૦૦ ટકા પૂર્ણ કરેલ છે આમ આ આભા કાર્ડ કાઢવાની કામગીરી માં મંદવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર જીલ્લા માં પહેલું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બની ગયું છે.
મંદવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સુપરવાઇઝર શ્રી જીતેશભાઇ રાઠવા એ યોજના નું રોજે રોજ રિપોર્ટ અને સુપરવિઝન કરી અને કામગીરી ને સફળ બનાવી હતી અને આ કાર્ડ કઢાવવાથી લોકો ને આરોગ્ય લગતી તમામ માહિતી, આરોગ્ય ને લગતા તમામ લેબ રિપોર્ટ, સારવાર, હોસ્પિટલ ની માહિતી આ તમામ માહિતી ઓનલાઇન આ કાર્ડ માં રહે છે સાથે સાથે આ કાર્ડ સાથે વીમા કંપની ઓને પણ લીક કરવામાં આવી છે જેથી વીમા નો લાભ પણ ઓનલાઇન મળી શકે છે જેવા આ કાર્ડ કઢાવવાથી અનેક ફાયદાઓ છે.