Chhota Udepur

રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK) અંતર્ગત મંદવાડા પી.એચ.સી. ખાતે ત્રી દીવસીય વર્કશોપ યોજાયો

Published

on

(પ્રતિનિધિ કાજર બારીયા)

છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને કવાંટ તાલુકા આરોગ્ય શાખા ના સંયુક્ત ઉપક્રમે મંદવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશા અને ૧૦ થી ૧૯ વર્ષીય પિયર એજ્યુકેટર નો ત્રી દીવસીય વર્કશોપ યોજાયો હતો.જેમાં કાર્યક્રમ નું ઉદઘાટન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સુપરવાઈઝર જીતેશભાઈ રાઠવા દ્વારા કરવામાં આવ્યું હતું અને વર્કશોપ ના તજજ્ઞ નયનભાઈ રાઠવા સીએચઓ,ભુપેશભાઈ રાઠવા સીએચઓ, સોનલબેન રાઠવા સીએચઓ, હિતેશભાઈ રાઠવા સીએચઓ સહીત ની ટીમ દ્વારા ત્રી દીવસીય વર્કશોપ માં મંદવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તાર ના  તમામ ગામો ના ૧૦ થી ૧૯ વર્ષીય પિયર એજ્યુકેટર અને આશા બેનો ને રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય ના દરેક કાર્યક્રમો માં તેમની શું શું ભુમિકા છે તે અંગે વિગતવાર માહિતી આપવા માં આવી હતી. જેમાં ગામના કિશોર અને કિશોરીઓ આરોગ્ય વિષય ઉપર વિશેષ તાલીમ લય અને તેમના દ્વારા ગામ ના બીજા કિશોર અને કિશોરીઓને આરોગ્ય ની સેવાઓ અંગે કઈ રીતે માહિતી આપી અને મદદરૂપ થય શકાય તે વિષય પર વિગતવાર વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી ઉપરાંત પિયર એજ્યુકેટર ને પ્રોત્સાહન ના ભાગરૂપે RKSK ના લોગો વાળી ટી શર્ટ અને ટોપી તેમજ ડાયરી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version