Panchmahal
માનગઢ ફરવા આવેલ યુવકો નદીમાં પડ્યા 10 યુવકો પૈકી 2 યુવક ના ડૂબી જતાં મોત

(સલમાન મોરાવાલા સંતરામપુર)
પંચમહાલ જિલ્લા ના મોરવા હડફ તાલુકાના કેટલાક યુવાનો ઈકો ગાડી લઈને માનગઢની મુલાકાતે આજ રોજ નીકળ્યા હતા બપોરે આશરે દોઢેક વાગ્યે રસ્તામાં ઉખરેલી ગામે આવતી નદી માં ન્હાવા પડેલા જે પૈકી ત્રણ છોકરા ડુબવા લાગતા બુમરાણ મચાવતા એક છોકરાને નદીમાંથી સ્થાનીકોએ ખેંચી કાઢી બચાવેલ.
જ્યારે બે છોકરા ડુબી જતાં આ બનાવની જાણ સંતરામપુર પોલીસ ને કરાતાં પોલીસ ધટના સ્થળે દોડી ગયેલી.
ઉખરેલી ગામે આ બનાવની જાણ થતાં આજુબાજુના ગ્રામજનો ધટના સ્થળે દોડી આવી ને સ્થાનિક તરવૈયાઓની મદદથી ડુબી ગયેલ બે યુવાનો પૈકી એક ની લાશ ભારે જેહમતથી પાણી માંથી શોધી ને બહાર કાઢી હતી.નેબીજો ડુબી ગયેલા યુવક ની લાશ શૈધવા ની કામગીરી સથાનીક તરવૈયાઓની મદદથી હાલ ચાલી રહેલ જોવાં મળે છે.
સંતરામપુર પોલીસ દ્વારા આ ઘટના અંગે નગરપાલિકા સંતરામપુર ને જાણ કરાયેલ હોવાં છતાં પણ નગરપાલિકા દ્વારા બનાવની ગંભીરતા ધ્યાને નહીં લઈને કોઈ કાયૅવાહી નહીં કરાતાં સ્થાનિક ડીઝાસટર મેનેજમેન્ટ નિષ્ફળ નિવડ્યું હતું