Gujarat
Mango prices : અમરેલીમાં APMCમાં થઇ કેસર કેરીની જોરદાર આવક, જાણો શું છે આજ નો ભાવ
કેસર કેરીની હવે ધીમે ધીમે આવક વધી રહી છે. અમરેલી માર્કેટ યાર્ડમાં કેસર કેરીની બમ્પર આવક થઇ હતી. ઉનાળામાં વિવિધ ફળ આવતા હોય છે. પરંતુ સૌથી વધુ કેરીની રાહ જોવાતી હોય છે. ઉનાળામાં કેસર કેરીનું આગમન થાય છે. કેસર કેરી લોકો ખાવાનું પસંદ કરે છે. ઉનાળાની શરૂઆત થતા બજારમાં કેરી દેખાવા લાગી છે. હાલ બજારમાં ઓછા પ્રમાણમાં તમામ પ્રકારની કેરી દેખાઇ રહી છે. અમરેલી જિલ્લામાં કેસર કેરીનું આગમન થયું છે. અમરેલી જિલ્લામાં કેસર કેરીનો ભાવ 1200 રૂપિયાથી 2600 રૂપિયા સુધી પહોંચ્યો છે.
અમરેલી જિલ્લોએ કેસર કેરીનો ગઢ ગણવામાં આવે છે.અમરેલી જિલ્લાના ધારી, સાવરકુંડલા, ખાંભા સહિતના તાલુકામાં કેસર કેરીના બગીચા આવેલા છે અને હાલ કેસર કેરીને આવક શરૂ થઈ છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના ભાવમાં 20 કિલોએ 400 રૂપિયાનો ઘટાડો અને હાફૂસ કેરીમાં 100 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે.
અમરેલીના સ્થાનિક વેપારીએ જણાવ્યું કે, અમરેલી જિલ્લાના ફ્રૂટ માર્કેટમાં કેસર કેરીની આવક શરૂ થઈ છે. 45 ક્વિન્ટલ કેસર કેરીની આવક શરૂ થઈ છે. કેસર કેરીનો ભાવ 1200 રૂપિયાથી 3200 રૂપિયા સુધી નોંધાયો હતો. સરેરાશ ભાવ 2800 રૂપિયા નોંધાયો હતો. હાલો કેસર કેરીની માંગ આવક થતાની સાથે જ વધવા લાગી છે અને મોટી માત્રામાં લોકો કેસર કેરીની ખરીદી કરી રહ્યા છે.
અમરેલી જિલ્લામાં હાફૂસ કેરીની પણ આવક નોંધાય છે. હાફૂસ કેરીનો ભાવ 2000 રૂપિયાથી 3200 રૂપિયા નોંધાયો હતો અને સરેરાશ ભાવ 2800 રૂપિયા નોંધાયો હતો. 20 ક્વિન્ટલ હાફૂસ કેરીની આવક નોંધાઈ હતી. અમરેલી જિલ્લામાં 7000 હેક્ટર આવવાનું વાવેતર છે અને મોટી માત્રામાં આંબાની કલમો તૈયાર કરી અને ગુજરાત બહારના રાજ્યમાં મોકલવામાં આવે છે. જેથી મોટાભાગના ખેડૂતો બાગાયતી પાક કરી અને લાખો રૂપિયાની આવક પણ મેળવે છે.