Chhota Udepur
છોટાઉદેપુર તાલુકાના રહેવાસી મંગુભાઈ રાઠવા ખજુરિયા ગામથી ગુમ થયેલ છે

પ્રતિનિધિ, કાજર બારીયા
છોટાઉદેપુર,તા.૧૮
ખજુરીયાના નિશાળ ફળિયા, તા.જી. છોટાઉદેપુરના રહેવાસી મંગુભાઈ છોતીયાભાઈ રાઠવા, ઉં.વ. તા.૧૧ જાન્યુઆરીના રોજ બપોરે ખાતર લેવા જવાનું કહી આજ સુધી પરત ફરેલ નથી. તેમના મોટાભાઈ મનીયાભાઈ રાઠવાએ છોટાઉદેપુરના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ દાખલ કરેલ છે. ગુમ થનાર મંગુભાઈ શરીરે પાતળો બાંધો, રંગે ઘઉં વર્ણના, ઊંચાઈ ૫ ફૂટ, શરીરે સફેદ કલરનું શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. વાળ કાળા અને ટૂંકા છે. આ અંગે કોઈને ભાળ મળે તો પો.સ્ટેના નરેશભાઈનો મો.નં.૭૪૩૩૯૭૫૯૩૫ પર સંપર્ક કરવા જણાવાયું છે.