Gujarat
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા બોડિદ્રાબુઝર્ગના દશાબ્દી પ્રતિષ્ઠોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી …

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની નિશ્રામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, બોડિદ્રાબુઝર્ગના દશાબ્દી પ્રતિષ્ઠોત્સવની પરમ હર્ષોલ્લાસભેર ઉજવણી …
ગોધરા તાલુકાના બોડિદ્રાબુઝર્ગ ગામમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશ ગુરુપરંપરાના ચતુર્થ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ પંચમહાલમાં સર્વ પ્રથમ સત્સંગ વિચરણ કરી મંદિરોનાં સર્જન કર્યા છે કારણ કે માણસને સંસ્કારી બનાવવા માટે મંદિર, માણસને ઘડવા માટે મંદિર, સમાજ ઘડતર માટે મંદિર, સમાજની શુદ્ધિ માટે મંદિર, સદાચારની પ્રેરણા માટે મંદિર, મનની સ્થિરતા કેળવવા માટેનું માધ્યમ એટલે મંદિર. ધર્મ જ્ઞાન વૈરાગ્યના પાઠો ભણાવવા માટે મંદિર. માણસને ખરા અર્થમાં માણસ બનાવવા માટે મંદિર.
અને એ જ શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે સત્સંગ સંસ્કારોનું સિંચન સદાય મળી રહે તેવા ઉમદા હેતુસર બોડિદ્રા બુઝર્ગમાં ૧૦ વર્ષ પહેલાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત, શ્રી સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કર્યું. આપણી ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખી તેનું સદાયને માટે પોષણ કરવા માટે મંદિરની જરૂરિયાત છે.
આજકાલ કરતાં શ્રી સ્વામિનારાયણ મંદિર, બોડિદ્રાબુઝર્ગમાં બિરાજમાન સ્વામિનારાયણબાપા સ્વામીબાપા ૧૦ વર્ષ થતાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની નિશ્રામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, બોડિદ્રાબુઝર્ગમાં બિરાજમાન સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનો દશાબ્દી મહોત્સવનું દ્વિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું.
આ પાવનકારી દશાબ્દી મહોત્સવે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની નિશ્રામાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનું ષોડશોપચારથી પૂજન, અર્ચન, અન્નકૂટ દર્શન, આરતી, જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો, કથાવાર્તા – સંતવાણી, આતશબાજી, શોભાયાત્રા વગેરે આધ્યાત્મિક સભર કાર્યક્રમો પણ યોજાયા હતા.
આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી મહારાજે દિવ્ય આશીર્વાદમાં જણાવ્યું હતું કે, ભગવાનમાં અનન્ય નિષ્ઠા અને દ્રઢ આશરો રાખી મનુષ્ય જીવનને સાર્થક કરવું જોઈએ તો જ જીવનમાં શાશ્વત શાંતિ, અવિચળ સુખની પ્રાપ્તિ થાય છે. જીવનમાં બેઠા આનંદની પ્રાપ્તિ થાય છે. આ દિવ્ય અણમોલ અવસરનો લ્હાવો દેશો દેશના હરિભક્તોએ હર્ષોલ્લાસભેર લીધો હતો.