Connect with us

Editorial

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, ભૂજ અતિવૃષ્ટિ અસરગ્રસ્તોની વ્હારે…

Published

on

       કચ્છ જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાને લઈને  અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને સંકટ સમયે મદદરૂપ થવા “સેવા પરમો ધર્મ…” એ ઉક્તિ અનુસાર સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી રહી છે. ત્યારે કચ્છ જિલ્લાના ભૂજ દરબાર ગઢ ચોક સ્થિત મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, ભૂજ દ્વારા છેલ્લા બે દિવસથી ફૂડ પેકેટ તૈયાર કરીને કચ્છ જિલ્લા નગરપાલિકા વહીવટી તંત્રને પહોંચાડવામાં આવી રહ્યાં છે. આ ફૂડ પેકેટ કચ્છના અમનનગર, રહીમનગર તથા આવાસનગરના ૧૨૦૦ જેટલા અસરગ્રસ્ત વિસ્તારોમાં કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવે છે. પુરગ્રસ્તોને ફૂડપેકેટ પહોંચાડવાના કોલને સહજ રીતે સ્વીકારી આ કામગીરી વિના વિલંબે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, ભૂજ દ્વારા કરવામાં આવી રહી છે.  

            શ્રી સ્વામિનારાયણ મંદિર, ભૂજના વડીલ સંતવર્ય શ્રીસહજાનંદચરણદાસજી સ્વામી, મહંત શ્રી ધર્મવત્સલદાસજી સ્વામી, શ્રી વિવેકભૂષણદાસજી સ્વામી, શ્રી નિર્દોષસ્વરૂપદાસજીના માર્ગદર્શન અને નિગરાનીમાં સેવકો આ ફૂડ પેકેટ તૈયાર કરવા અને તેને તે તે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવાની માનવ સેવાના કાર્યમાં લાગ્યા છે. માત્ર એટલું જ નહીં આ સેવા કાર્યમાં હરિભક્તો પણ સ્વયંભુ જોડાઈને શ્રમદાન થકી માનવ સેવાના કાર્યમાં મદદરૂપ બની માનવતાનું ઉમદા ઉદાહરણ પુરું પાડ્યું છે.

Advertisement

Continue Reading
Advertisement
error: Content is protected !!