Ahmedabad
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન – શ્રી સ્વામિનારાયણ મંદિર, માધાપર – શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત મહોત્સવનો રંગારંગ પ્રારંભ…
મહોત્સવના પ્રારંભે વિવિધ સંસ્થાઓને ૪૦ લાખ રૂપિયા ઉપરાંતનું દાન..
શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર માધાપુરના અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.
મહોત્સવના પ્રારંભે વિવિધ ગ્રંથોની પરાયણોની મહાપૂજા તેમજ ૪૦ લાખ રૂપિયા ઉપરાંતનું દાન વિવિધ સંસ્થાઓને કરવામાં આવ્યું હતું. સમાજનું સમાજને અર્પણ… એ રીતે સૌને દાનની સરવાણી કરવામાં આવી હતી. તેમજ ગાયોને ચાર દિવસ સુધી લીલો ચારો નીરણ કરવામાં આવશે.
“તેરી મૂર્તિ હે સુહાની…” ઓડિયો સીડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જેનાં સંગીતકાર હતા કીર્તિભાઈ વરસાણી. આ પાવનકારી અવસરે પરમ પૂજય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીનો મહિમા ગયો હતો.
અબજીબાપશ્રીની વાતોના ભાગ – ૧ ની હાથે લખેલી વાતોનું બુકે પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજને અર્પણ કરવામાં આવ્યું હતું.
આ મહોત્સવમાં દેશવિદેશના અસંખ્ય હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.