Gujarat

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા પૂજનીય સંતો અને હરિભક્તોએ મતદાન કર્યુ

Published

on

વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત રાષ્ટ્રના મહાન પર્વ – મતદાનની ઉત્સાહભેર ઉજવણી કરતા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા પૂજનીય સંતો અને હરિભક્તો…

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે સંતમંડળે સહિત લોકસભા ચૂંટણી ૨૦૨૪ ના ત્રીજા તબક્કા માટે મતદાન કર્યું હતું. પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે મણિનગર, અમદાવાદની દુર્ગા સ્કૂલમાં સવારે ઉમંગભેર મતદાન કર્યું હતું. લોકસભા ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સવારના ૭:૦૦ વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાથી શહેરીજનો મતદાન બુથ પર લાઈન લગાવીને ઊભેલા જોવા મળી રહ્યા છે.

Advertisement

આજે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંતમંડળે સહિત ગત રાત્રે કચ્છમાંથી પ્લેન દ્વારા લોકસભા ચૂંટણીનું મતદાન કરવા ખાસ પધાર્યા હતા. ગુજરાતની ૨૫ લોકસભાની બેઠકો અને પાંચ વિધાનસભાની બેઠકો માટે આજે મતદાન ચાલુ થઈ ગયું છે. તમામ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી મતદારો મતદાન કરવા કતાર લગાવીને ઊભા જોવા મળ્યા હતા. સાથે જ તમામ મતદાન કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે તથા મોટી સંખ્યામાં સંતોએ મતદાન કર્યું હતું. મતદાનને લઈ સવારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

Advertisement

વળી, પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજે જણાવ્યું હતું કે, મતદાન લોકશાહીના મહાપર્વનો અવસર છે ત્યારે આ મહાપર્વમાં દરેક મતદારે પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીનું જતન કરવામાં સહભાગી બને તે માટે પ્રોત્સાહિત પણ કર્યા હતા. ઘણા દિગ્ગજોની કિસ્મતનો ફેંસલો જનતા જનાર્દન કરશે. લોકસભા સત્તા માટે મુખ્ય ટક્કર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે છે. પણ કેટલીક બેઠકો પર આમ આદમીના ઉમેદવારો મેદાનમાં હોઈ ત્રિપાંખિયો જંગ જામશે.

Advertisement

Trending

Exit mobile version