Ahmedabad
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, સુખપરમાં શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવનો પરમ ઉલ્લાસભેર પ્રારંભ…
વિવિધ સંસ્થાઓને માતબર દાન…
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની નિશ્રામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, સુખપર – શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવનો પરમ ઉલ્લાસભેર પ્રારંભ કરવામાં આવ્યો.
આ પાવનકારી દશાબ્દી મહોત્સવે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની નિશ્રામાં શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથ, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તેમજ શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણોની મહાપૂજા કરી પ્રારંભ કરવામાં આવ્યો. તેમજ પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં વિવિધ સંસ્થાઓને માતબર દાન પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, દરેક દેહધારી ત્રિવિધ તાપમાં તપે છે. તે ત્રિવિધ તાપમાંથી સુરક્ષિત રહેવા માટે ભગવાનનું નામ સ્મરણ, કથાવાર્તા, સત્સંગ છે. સત્સંગે કરીને મનુષ્ય જન્મને સાર્થક કરવો. આ દિવ્ય અણમોલ અવસરનો લ્હાવો દેશ વિદેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો.
સં. શિ. ગુરુપ્રિયદાસજી સ્વામી