Connect with us

Ahmedabad

મણિનગર, શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનાં ગુલાબનાં ૨૦૦ કિલોથી વધુ પુષ્પોની પાંદડીઓથી નયનરમ્ય શણગાર….

Published

on

Maninagar, Sri Swaminarayan Mandir is beautifully decorated with more than 200 kg of rose petals of Sri Ghanshyam Maharaj...

વિશ્વ વિખ્યાત ભૂમંડળસ્થિત તીર્થોત્તમધામ મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, જીવનપ્રાણ અબજીબાપાશ્રી, શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાને ગરમીમાં ઠંડક મળી રહે તેવા શુભ હેતુથી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો દ્વારા ગુલાબનાં પુષ્પોની લાખો પાંદડીઓથી ગરકાવ નયનરમ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

Maninagar, Sri Swaminarayan Mandir is beautifully decorated with more than 200 kg of rose petals of Sri Ghanshyam Maharaj...

શ્રી ઘનશ્યામ મહારાજ સુગંધિત ગુલાબનાં પુષ્પોની પાંદડીઓથી છવાઇ ગયા હતા. શ્રી હરિ ગુલાબનાં પુષ્પોની પાંદડીઓથી ગરકાવનાં દિવ્ય શણગાર ઓપી રહ્યાં હતાં. ગુલાબનાં પુષ્પોની પાંદડીઓનાં શણગારને લીધે મંદિરનું ગર્ભગૃહ સુગંધિત થયું હતું. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે શ્રી ઘનશ્યામ પ્રભુનાં ગુલાબનાં પુષ્પોની પાંદડીઓથી ગરકાવ નયનરમ્ય શણગારની આરતી ઉતારી હતી. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગર લાઈવ દર્શન દેશ વિદેશમાં વસતા તમામ સત્સંગી હરિભક્તોએ ભક્તિભાવ પૂર્વક કર્યા હતાં.

Advertisement

Maninagar, Sri Swaminarayan Mandir is beautifully decorated with more than 200 kg of rose petals of Sri Ghanshyam Maharaj...

ત્યારબાદ ભક્તિભાવથી પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે પણ શ્રી સ્વામિનારાયણ ભગવાન પર અભિષેક – ગુલાબનાં પુષ્પોની પાંદડીઓથી પ્રેમની વર્ષા વરસાવી હતી. ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય તેવા ભક્તિભાવથી શ્રી ઘનશ્યામ મહારાજને ગુલાબનાં પુષ્પોની પાંદડીઓથી ગરકાવ વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યો હતો. આ દિવ્ય શણગારનો દેશ વિદેશનાં હરિભક્તોએ ઓનલાઈન તથા પ્રત્યક્ષ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Advertisement
error: Content is protected !!