Ahmedabad
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા કેન્યા સોસાયટી ફોર ધ ડેફ ચિલ્ડ્રન શિલિંગને પાંચ લાખનું દાન આપ્યું
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સમાજમાં સમ્માનિત વ્યક્તિઓની જાતિ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના તેમની સેવા કરવા માટે સમર્પિત છે. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ દ્વારા કેન્યા સોસાયટી ફોર ધ ડેફ ચિલ્ડ્રન – દિવ્યાંગ બાળકો માટે કેન્યા શિલિંગ પાંચ લાખનું દાન આપવામાં આવ્યું હતું.
કેન્યા સોસાયટી ફોર ધ ડેફ ચિલ્ડ્રનને તેમની દેખભાળ હેઠળના બહેરા બાળકો માટે શ્રવણ સાધનો ખરીદવા માટે કેન્યા શિલિંગ પાંચ લાખનું માતબર દાન આપવામાં આવ્યું હતું. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના આશીર્વાદ માટે કેન્યા સોસાયટી ફોર ધ ડેફ ચિલ્ડ્રનના સંચાલકો મંદિરમાં પધાર્યા હતા. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા મળેલા ભારે દાન બદલ સંચાલકોએ પ્રશંસા અને આભાર માન્યો હતો. ડિરેક્ટરોએ બહેરા અને અંધ લોકોને તેમની સંસ્થાઓમાં કામ કરવાની તક આપવા બદલ સમુદાયના સભ્યોની પ્રશંસા પણ કરી હતી.
જેથી તેઓ જીવનનિર્વાહ કરી શકે અને અન્ય લોકોની જેમ સામાન્ય જીવન જીવી શકે. આ અગાઉ પણ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાને ઈ.સ. ૨૦૧૪થી કેન્યા સોસાયટી ફોર ધ ડેફ ચિલ્ડ્રનને શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની નિશ્રામાં કેન્યા શિલિંગ ત્રણ લાખનું પણ દાન કરાયું હતું. એજ રીતે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ દ્વારા પણ જન હિતાર્થના કર્યો યથાવત ચાલી જ રહ્યા છે.