Uncategorized
મોબાઇલ ચિલ ઝડપ ગુનામાં ફરાર રીઢા આરોપીને મંજુસર પોલીસે ઝડપી જેલ ભેગો કર્યો
(અવધ એક્સપ્રેસ સાવલી)
સાવલીના મંજુસર પોલીસ મથકની હદમાં 2023 ની સાલ થી મોબાઇલ ના ચિલ ઝડપ ગુનામાં ફરાર રીઢા આરોપીને ઝડપીને જેલ ભેગો કર્યો છે
મંજુસર પી.આઈ કૌશિક સિસોદિયા એ પોલીસ મહાનિધ્યક્ષક વડોદરા ની સુચના ને આધારે પોતાના તાંબાના પોલીસ મથકના વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ અનડિએટ ગુનાઓ શોધી કાઢવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો પર વોચ રાખવા સુચના આપવામાં આવી હતી તેના પગલે એક વિશેષ ટીમ બનાવીને કામગીરી હાથ ધરી હતી. જેમાં તારીખ 20 4 20023 ના રોજ અણખોલ ગામે મોબાઈલ ચીલ ઝડપનો ગુનો નોંધાયો હતો જે ગુનાનો આરોપી સુમિત ઉર્ફે સમીર યશવંતરાવ પાટીલ રહે હાલ 110 રામનગર રણછોડરાય મસાલા મીલ ની પાસે સરદાર એસ્ટેટ આજવા રોડ વડોદરા મૂળ રહે ધુલિયા સાકરી ગામ ને ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી વિવિધ કંપનીના ચોરીના કુલ 20,000 ના ત્રણ નંગ મોબાઈલ કબજે કર્યા છે ઝડપાયેલ આરોપી સુમિત પાટીલ સામે કિશનવાડી પોલીસ મથકમાં 2014 ની સાલમાં જુગારધારા હેઠળ ગુનો બાપોદ પોલીસ મથકમાં હત્યા અને મારામારીનો ગુનો તેમ જ રાવપુરા પોલીસ મથકમાં પેરોલ જમ્પ સહિત ના ગુનાઓ નોંધાયેલ છે ત્યારે મંજુસર પોલીસને રીઢા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે