Chhota Udepur
વસંતગઢ ગ્રામ પંચાયત દ્વારા મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર રાષ્ટ્રમાં ‘મારી માટી મારો દેશ’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજરોજ જેતપુરપાવી તાલુકાનાં વસંતગઢ ગામે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી મારો દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે દેશના વીર શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી સાથે ધ્વજવંદન તેમજ વૃક્ષારોપણ પણ કરાયુ હતું.
જેમાં સ્મારક તકતીનું સમર્પણ,પંચપ્રાણ પ્રતિજ્ઞા અને સેલ્ફી વસુંધરા વંદન, ધ્વજવંદન અને રાષ્ટ્રગાન સાથે વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વસંતગઢ ગ્રામ પંચાયતના સરપંચ તલાટી કમ મંત્રી ઉપ સરપંચ અને વોર્ડ નાં તમામ સભ્યો ગ્રામજનો, શિક્ષક મિત્રો, આંગણવાડી બહેનો, આરોગ્ય કર્મચારીઓ, ગ્રામજનો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની ઉજવણી કરી હતી.