Gujarat
ડેસરમાં ભાણવડ જેવી સામૂહિક આપઘાત નો બનાવ ટળ્યો, 60 લાખની ઉચાપત ની જબરજસ્તી કબૂલાત કરાવનાર સામે ફરિયાદ નોંધાઈ
* જબરજસ્તી ધાક ધમકી આપીને પેટ્રોલ પંપ ઉપર ફરજ બજાવતા મેનેજર અને ચાર ફિલરો પાસે સ્ટેમ્પ પેપર ઉપર અમે પૈસાની ઉચાપત કરી છે તેવું લખાણ લખાવી 60 લાખ પરત કરવા માંગણી કરી
ભાણવડમાં પૈસા ની લેતી દેતી બાબતે ચાર લોકોના આપઘાત ની શાહી હજુ સુકાઈ નથી તેવામાં ડેસર પંથકમાં પણ આવી ઘટના બનતા રહી ગઈ હતી ડેસર પોલીસે સમયસર ફરિયાદ નોંધતા મોટો બનાવ ટળ્યો હતો ડેસર સાવલીના માર્ગ ઉપર વરણોલી સ્ટેન્ડ નજીક આવેલા વિશ્વા પેટ્રોલ પંપ ઉપર મેનેજર તરીકે ફરજ બજાવતા વિરલકુમાર ગિરવતસિંહ ચૌહાણ ઉ ૪૦ વર્ષ રહે. અમરેશ્વર (કલ્યાણા) તા. ગોધરા અને તેઓની સાથે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ સીએનજી નાખવાનું કામ કરતા ફીલરો રણજીતસિંહ રાઠોડ, સત્યમસિહ પરમાર, વિરપાલસિંહ રાઠોડ, ત્રણેવ રહે. મેરાફુવા તા.ડેસર અને દશરથસિંહ ચાવડા રહે. હટીસિહની મુવાડી તા. ગોધરા ઉપરોક્ત પાંચેવ કર્મચારીઓ છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવે છે પેટ્રોલ પંપ ના માલિક વેજપુરના પ્રવિણસિંહ ઉદેસહ રાઉલજી છે પરંતુ પેટ્રોલ પંપ નો તમામ વહીવટ વડોદરા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી રહે. વેજપુર તા.ડેસર હાલ રહે મકરપુરા વડોદરા, કરે છે પ્રવિણસિંહ તેઓના નાના ભાઈ છે
ગત તા. 21 જુને રાત્રે 8 વાગ્યાના અરસામાં કુલદીપસિંહ રાઉલજી તેમના એકાઉન્ટન્ટ ને લઈને પેટ્રોલ પંપ ઉપર આવ્યા હતા પંપ ઉપર હાજર ફીલરો સત્યમ સિંહ અને વીરપાલસિંહ બંનેવને
હિસાબના ચોપડા લઈ રાત્રે 11 વાગે બોલાવ્યા હતા અને જણાવ્યું હતું કે હિસાબમાં ગોટાળા થયેલા છે તમામ ફીલરો કાલે સવારે આવી જજો બીજા દિવસે સવારે 10 વાગે પેટ્રોલ પંપ ની પાછળ આવેલી તેમની ઓફિસે તમામ કર્મચારીઓ ભેગા થયા હતા ત્યારે કુલદીપસિંહ રાઉલજી અને સંજયસિંહ રાઉલજી ઉશ્કેરાઈ ને અણછાજતી ખરાબ ગાળો નો વરસાદ વરસાવી જણાવતા હતા કે તમે મારા પેટ્રોલ પંપ માંથી ગોટાળા કરીને રૂપિયા 60 લાખ લઈ ગયા છો, આટલી મોટી રકમની વાત કરતા સામાન્ય નોકરી કરતા કર્મચારીઓ ડધાઈ ગયા હતા અને તેઓના પગ નીચેથી જમીન ખસી જાય તેટલી હદે ટેન્શનમાં આવી ગયા હતા તમામે એક અવાજમાં જણાવ્યું હતું કે અમે કોઈ ગોટાળા કર્યા નથી અને અમે એક રૂપિયો પણ લીધો નથી ગયા વર્ષે તમારી સૂચના મુજબ તમારી ચૂંટણી વખતે ઘણા લોકો પેટ્રોલ અને ડીઝલ પૈસા આપ્યા વગર ભરાવતા હતા તે કારણે તમારા હિસાબમાં ગડબડ થઈ હશે તેવું જણાવતા વધુ ઉશ્કેરાઈ જઈ મેનેજર સહિત પાંચેય જણને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેનો ભાઈ સંજય રાઉલજી તે સમયે વિડિયો રેકોર્ડિંગ કરતો હતો છેલ્લા ચાર કલાક સુધી તમામ પાંચેવ કર્મચારીઓને બાન માં રાખવામાં આવ્યા હતા અને જણાવતા હતા કે આ રકમ તમે કબુલ કરી લો હજુ તમે મને ઓળખતા નથી હું તમારી પાસેથી પૈસા કઢાવીને જ રહીશ અને નહીં આપો તો જાનથી મારી નાખીશ ગભરાઈ ગયેલા કર્મચારીઓએ પ્રાથમિક ધોરણે પૈસા આપવાની હા પાડી દીધી હતી અને મેનેજરે ત્રણ કલાકની વાર્તાલાપનો ઓડિયો રેકોર્ડિંગ તેના મોબાઈલ ઉપર કરી લીધું હતું બીજા દિવસે પાંચેવ કર્મચારીઓના આધારકાર્ડ અને ફોટો લઈને સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરવા માટે તેઓની ફોર્ચ્યુનર ગાડીમાં સાવલી લઈ ગયા હતા અગાઉથી સ્ટેમ્પ પેપર ઉપર ના લખાણ મા રૂ ૫૯,૧૬,૪૩૩ નો અમે ગોટાળો કર્યો છે બે મહિનામાં ચૂકવી દઈશું અને પાચેવ કર્મચારીઓને રકમની વહેંચણી કરીને વાયદો આપી આ વાત કોઈને કહેશો તો તમે જાનથી જશો હવે તો મારી પાસે નોટરી લખાણ છે તમે મારું કંઈ બગાડી નહી શકો અને જ્યાં સુધી મને
રૂ ૫૯,૧૬,૪૩૩ રકમ ચૂકતે ન મળે ત્યાં સુધી મારે ત્યાં નોકરી કરવી પડશે, તેવું જણાવ્યું હતું વિરલ ચૌહાણ ડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મે અને મારા કોઈ ફીલરે કોઈ પૈસાનો ગોટાળા કરેલ ના હોવા છતાં કુલદીપસિંહ રાઉલજી અવાર-નવાર પૈસાની ઉઘરાણી કરી ગાળા ગાડી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગેરકાયદેસર અટકાયત કરી હેરાન પરેશાન કરતા હોય તેની સામે કાયદેસર પગલાં ભરવા મારી ફરિયાદ છે એવું જણાવ્યું હતું આ બનાવ તા ૨૧/ જુન થી ૧૨ / જુલાઈ દરમિયાન બનેલ છે
* બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી એ તેમના વિશ્વા પેટ્રોલ પંપે મેનેજર તરીકે ફરજ બજાવતા વિરલ ચૌહાણ ઉપર 60 લાખ રૂપિયા ની ઉચાપત નો આક્ષેપ કરી, ગમે તેમ કરી તું મને રૂપિયા આપી દે તેવું જણાવી દોઢ મહિનાથી મેનેજર અને ચાર ફીલરો પર માનસિક ત્રાસ ગુજારીને પૈસા કબુલાત કરવા માટે ત્રાસ આપી રહ્યા હતા પૈસા આપી દે નહીંતર તારી બે વીઘા જમીન મને લખી આપ તેમ જણાવી વારંવાર ગાળો બોલી ત્રાસ આપતા બે દિવસ પહેલા દવા પીવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગ્રામજનો અને પરિવારજનો ની સમજાવટ બાદ દવા પીવાનું ટાળ્યું હતું અને તેને બચાવી લેવાયો હતો જો મારા પતિને કઈ પણ થશે અને તેઓ કંઈક કરી બેસે તો તેની સંપૂર્ણ જવાબદારી કુલદીપસિંહ ની રહેશે તેવું મેનેજરની પત્ની લતાબેન ચૌહાણ એ જણાવ્યું હતું