Connect with us

Gujarat

પતંગ-દોરીના વેપારીઓ સાથે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી, સ્કાયલેન્ટર્નનું વેચાણ ન કરવા અંગે બેઠક

Published

on

Meeting with kite-string traders on non-sale of banned Chinese string, skylanterns

નાયબ કલેકટર ગોધરા પ્રાંત ગોધરાની અધ્યક્ષતામાં ગોધરા શહેરના પતંગ-દોરીના વેપારીઓ,પોલીસ વિભાગ તેમજ નગરપાલીકાના કર્મચારી સાથે તા.૧૯/૧૨/૨૦૨૩ના રોજ એક બેઠક યોજવામાં આવી હતી. સદર બેઠક અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પંચમહાલ ગોધરાના સીઆરપીસી-૧૪૪ની જોગવાઈ હેઠળ આગામી ઉત્તરાયણના તહેવાર સંદર્ભે ચાઈનીઝ દોરી/માઝા, પ્લાસ્ટીક દોરી, નાયલોન તથા અન્ય સિન્થેટીક માઝા તેમજ ચાઈનીઝ તુકકલ/સ્કાયલેન્ટર્ન કે જેના ઉપયોગથી માનવ તથા પશુ-પક્ષીઓને ઈજા તેમજ મૃત્યની ઘટના ન બને તેને ધ્યાને રાખી,તેના વેચાણ,ઉત્પાદન અને સંગ્રહ ઉપર પ્રતિબંધ મુકતુ તા.૦૨/૧૨/૨૦૨૩થી તા.૧૫/૦૧/૨૦૨૪(બન્ને દિવસ સહિત) અમલી જાહેરનામુ બહાર પાડવામાં આવેલ હોવાની બાબતે સૌનું ધ્યાન દોરવામાં આવ્યું. આ અંગે વહીવટીતંત્ર ધ્વારા આગામી સમયમાં સઘન ચકાસણી હાથ ધરવામાં આવનાર હોઈ, પ્રતિબંધિત દોરી કે તુકકલ/સ્કાયલેન્ટર્ન કોઈપણ વેપારી પોતાની પાસે ન રાખે કે તેનું વેચાણ ન કરે તેમજ જે વેપારીઓ બેઠકમાં હાજર નથી તેઓ સુધી અત્રેનો સંદેશ પહોંચાડવા અપીલ કરવામાં આવી.

Meeting with kite-string traders on non-sale of banned Chinese string, skylanterns

અત્રેની સુચનાનું પાલન નહી કરી, જાહેરનામાનો ઉલ્લંધન કરી, પ્રતિબંધિત ચાઈનીઝ દોરી/તુકકલનો સંગ્રહ,વેચાણ અને ઉપયોગ કરનાર ઈસમો સામે કડક હાથે કાયદાકિય કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોઈ તેની તમામને ગંભીર નોંધ લેવા બેઠકમાં જણાવવામાં આવ્યું હતું તેમ ગોધરા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ ડી. જૈતાવત દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Advertisement
error: Content is protected !!