Gujarat

પરફોર્મિંગ આર્ટસ કોલેજના પ્રાંગણમાં વર્ષાઋતુને આવકારવા મેઘા છાંયે ગીત ગુંજનનો કાર્યક્રમ યોજાયો

Published

on

સંસ્કારી નગરી વડોદરામાં એમ.એસ. યુનિવર્સિટી, મ્યુનીસીપલ કોર્પોરેશન અને ક્લાનુભુતી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ‘મેઘા છાંયે..’  વર્ષાગીતનો  કાર્યક્રમ સુરસાગર તળાવના કિનારે પરફોર્મિંગ કોલેજના આંગણે શુક્રવારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ કોલેજ અને યુનિવર્સિટીએ સંગીત અને કલાના ક્ષેત્રે દેશ અને દુનિયાને કલાના ઉપાસકો આપ્યા છે. વડોદરા શહેરને હેરીટેજ શહેર જાહેર કરવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે, પણ આ સાથે સાથે નાગરિકોનો સહયોગ પણ આ ક્ષેત્રે અગત્યનો છે. ન્યાયમંદિર અને લાલકોર્ટને હેરીટેજ બિલ્ડીંગ ઘોષિત કરવા માટે સરકાર પ્રયાસરત છે.

Advertisement

વર્ષા ઋતુને ધ્યાનમાં રાખીને સચિન લીમાયે અને આશીતા લીમાયે તેમજ પરફોર્મિંગ આર્ટસ કોલેજના કોરસ અને ઇન્ટરનેશનલ આર્ટીસ્ટની ઓરકેસ્ટ્રાના સુરે આ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ,સાંસદ હેમાંગ જોશી, મેયર પીન્કીબેન સોની, એમ.એસ.યુનિવર્સિટીના વી.સી વિજયકુમાર શ્રીવાસ્તવ, ચેતનભાઈ દેસાઈ, ચિરાગભાઈ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી, નગરસેવકો, મહિલાઓ અને નગરજનો જોડાયા હતા.

Advertisement

 

* પરફોર્મિંગ કોલેજે  સંગીત અને કલાના ક્ષેત્રે દેશ અને દુનિયાને કલાના ઉપાસકો આપ્યા છે: હર્ષ સંઘવી

Advertisement

 

Advertisement

Trending

Exit mobile version