Gujarat
ગુજરાતને આગામી 4 દિવસ મેઘરાજા કરશે પાણી – પાણી, પંચમહાલ સહિત અનેક જિલ્લાઓ થશે જળબંબાકાર
ગુજરાતમાં વરસાદના પ્રથમ બે રાઉન્ડમાં લગભગ તમામ જિલ્લાઓમાં મેઘરાજાએ અવિરત વ્હાલ વરસાવ્યુ હતુ. જેને લઈને નદીનાળાઓ પૂર આવ્યા છે તો સ્થાનિક જળાશયમાં પણ વિપુલ જળ રાશિની આવક થઈ છે. સાથે સાથે મેઘમહેરને પગલે ખેડૂતોએ પણ વાવણી કરી દીધી છે. આવી સ્થિતિ વચ્ચે ગુજરાતમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. પરિણામે ચાર દિવસ સુધી મેઘો ઓળઘોળ રહીને ધનાધન બેટિંગ કરે તેવી શક્યતા જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી તા. 16 જુલાઈ એટલે કે આવતીકાલથી રાજ્યમાં ફરી મેઘાવી માહોલ બંધાશે અને 19 જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાશે.
16 જૂલાઈના રોજ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. વધુમાં 17 જૂલાઈના રોજ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદરમાં વરસાદ પડે તેવી શકયતા સેવાઇ રહી છે.
તેમજ 18 જૂલાઈએ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ પાટણ, બનાસકાંઠા, પોરબંદર માથે વરસાદી સક્રિય હોવાથી વરસાદ પડે તેવી શકયતા રહેલી છે.
19 તારીખે આ જિલ્લાઓનો વારો
બીજી બાજુ 19 જૂલાઈના રોજ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, પાટણ, બનાસકાંઠા, પોરબંદર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી અને જામનગર, કચ્છ, દ્વારકામાં પણ વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે આગાહીમાં એવા ઘણા જિલ્લાઓ છે જેમાં ચારે ચાર દિવસ મેઘ મહેર જોવા મળે શકે છે તેવુ હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીમાં સ્પષ્ટ થઈ રહ્યું છે.