Gujarat
ભાલેજ ખાતેધી હ્યુમન કેર તથા એપિક ફાઉન્ડેશન ના સહયોગ થી મહેંદી કોમ્પિટિશન
(રીઝવાન દરિયાઈ દ્વારા ખેડા..)
આણંદ જિલ્લાના ભાલેજ સરીફ . મોહલ્લા પાસે આવેલ સીટી સેન્ટર ની સોપનં ૧૫/૧૬ માં હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા એપિક ફાઉન્ડેશન ના સહયોગ થી મહેંદી કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશન માં ૬૦ થી વધારે બેહનો એ ભાગ લીધો હતો.
જેમાં એક થી ત્રણ નંબર ની વિજેતા બેહનો ને ટ્રોફી અને સંસ્થા તરફથી સર્ટીફીકેટ આપી સમ્માનીત કરવામાં આવ્યા હતા. તેમજ કોમ્પિટિશન માં ભાગ લેનાર દરેક બેહનો ને મેડલ અને સર્ટીફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમ માં પધારેલ મહેમાનું ટ્રોફી અને બુકે આપી સમ્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં અધ્યક્ષ તરીકે હાજી યુનુસભાઈ મુખી પૂર્વ જીલ્લા પંચાયત સભ્ય. મુખ્ય મહેમાન તરીકે A.S.I ઝાકીર હુશેન ઠાકોર તેમજ અતિથી વિષેશ તરીકે ભાલેજ ગ્રામ પંચાયત ના સરપંચ તસલીમાબાનું ઠાકોર અહેશાનભાઈ ઠાકોર,અને બસર ચિશ્તી પત્રકાર બ્યુરો હેડ હાજર રહ્યા હતા.
તેમજ બેસ્ટ સપોર્ટર રેહાનાબાનું મલેક સમીના બેન ખલીફા હાજર રહ્યા હતા. જજ તરીકે ની ભુમીકા મીનાઝ પઠાણ ફેમશ મહેંદી આર્ટિસ વડોદરા એ નીભાવી હતી.આ પ્રોગ્રામ ને ધી હ્યુમન કેર ફાઉન્ડેશનના સમીરભાઈ રાઠોડ, મુન્નાભાઈ શેખ,રફીકભાઇ વ્હોરા, અસ્ફાકભાઈ મલેક, અલ્તાફભાઈ મલેક,શોહિલભાઈ વોહરા અને તેમની ટીમે ભારે જેહમત ઉઠાવી સફળ બનાવ્યો હતો..