Gujarat
જ્યુબીલન્ટ ભરતીયા ફાઉન્ડેશન દ્વારા સાવલી આઈટીઆઈ ખાતે મેન્ટરશિપ કાર્યક્રમ નું આયોજન
(સાવલી)
સાવલી આઈ ટી આઈ ખાતે વિદ્યાર્થી ઓ માટે જ્યુબીલન્ટ ભરતીયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત વી મેન્ટરશિપ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા માં વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો
સાવલી આઇ ટી આઈ ખાતે જ્યુબીલન્ટ ભરતીયા ફાઉન્ડેશન દ્વારા વી મેન્ટરશિપ પ્રોગ્રામનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામના અંતર્ગત આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીઓને સી.વી.બનાવવાની તેમજ ઇન્ટરવ્યૂ કેવી રીતે આપવી તે અંગેની મહત્વપૂર્ણ માહિતી.અને સમજ આપવામાં આવી હતી આ પ્રસંગે માર્ગદર્શન માટે જ્યુબીલન્ટ કંપનીના એચ.આર. હેડ નીરત ત્રિપાઠી, પી.આર. હેડ ધરમ પંડ્યા અને સીએસઆર હેડ ધ્વની અરોરા દ્વારા આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને કારકિર્દી સંબંધી સલાહ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેનાથી વિદ્યાર્થીઓમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો આ પ્રોગ્રામમાં આશરે 150 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સામાન્ય રીતે વિદ્યાર્થીઓમાં પોતાના કોર્સ પૂરો કર્યા બાદ ભાવિ અને કારકિર્દી મુદ્દે ભારે મુઝવણ માં રહેતા હોય છે અને કારકિર્દી મુદ્દે ગેરમાર્ગે દોરાય છે પરંતુ આ સેમિનાર માં પોતાનો બાયોડેટા અને પોતાની કારકિર્દી માં ઇન્ટરવ્યૂ કેવી રીતે આપવા તેની ઊંડી સમજ અને માર્ગદર્શન બાદ વિદ્યાર્થીઓ ભારે ઉત્સાહિત જણાતા હતા