Panchmahal
માત્ર પદયાત્રા કરવાથી વિશ્વામિત્રી નદી વહેતી નહીં થાય
વિશ્વામિત્ર નદીના પુનઉત્થાનમાટેના પ્રયાસો આવકારદાયક અને સરાહનીય છે તે માટેના પ્રયાસોને હાલોલ તથા પાવાગઢના નાગરિકો દ્વારા અભિનંદન પરંતુ વિશ્વામિત્ર નદીને વહેતી કરવા માટે તથા તેને પુનઃ સૌંદર્યવાન અને નયનરમ્ય બનાવવા માટે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ અને સૂચન લેવું આવકારદાયક ગણાશે માત્ર પદયાત્રા કરવાથી નદી સ્વચ્છ નથી થવાની અને સતત વહેતી નહીં થાય. રાજસ્થાનના વોટર મેન ઓફ ઇન્ડિયા તરીકે નામાંકિત થયેલ મિસ્ટર પાંડે ના અવિરત પ્રયાસોથી રાજસ્થાનના સૂકા અને રણપ્રદેશમાં જ્યાં વરસાદનો અભાવ હોય એવા પ્રદેશમાં પાંડેના પ્રયાસોથી નવ નવ નદીઓને જીવંત કરી સતત વહેતી કરીને નામના મેળવી હતી આ વ્યક્તિની સલાહ સુચન અને માર્ગદર્શન મેળવીને વિશ્વામિત્ર નદીને સ્વચ્છ અને સતત વહેતી કરવા માટેના પ્રયાસો કરનાર વ્યક્તિએ તેઓનો સંપર્ક કરી યોગ્ય માર્ગદર્શન મેળવી આગળ કામ કરવામાં આવે તો સફળતા મળે.
રાજસ્થાનના મિસ્ટર પાંડેના સતત પ્રયાસોને લઈને તથા તેઓના પરિવારના સભ્યો તથા મિત્રોના સહકારથી તેઓ સફળ થયા હતા અને વોટર ઓફ ઈન્ડિયાનું બીરુદ કેન્દ્ર સરકાર દ્વારા તેમને આપવામાં આવ્યું હતું આ ઉપરાંત અશક્ય કામને શક્ય બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા તેઓને મેગ્નેટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો વોટર ઓફ ઇન્ડિયા નું બિરુદ પામનાર રાજસ્થાનના પાંડેના અથાગ પ્રયાસો તેમના પરિવારના સભ્યો દ્વારા આપવામાં આવેલી હિંમત અને સથિયારાને લઈને સ્વખર્ચે લોક સુવિધા તથા ખેતી માટેના ઉપયોગમાં લેવાય અને પશુઓ તથા પક્ષીઓને માટે આશીર્વાદરૂપ બને તેવા પ્રયાસોમાં સફળ થયેલા મિસ્ટર પાંડેને મળીને તેઓ પાસેથી ગાઈડ લાઇન અને સલાહ લઈને કામ કરવામાં આવે તો વિશ્વામિત્ર નદી પુનઃ 12 માસ વહેતી થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
હાલમાં વિશ્વામિત્ર નદીનું નિરીક્ષણ કરનાર અને અભ્યાસ કરનાર મહિલા દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિશ્વામિત્રીના મૂળથી બાસ્કા સુધીના 15 કિલોમીટરના નદી ના વિસ્તારને સૌપ્રથમ સ્વચ્છ કરી નદીની બંને કિનારા ઉપર વૃક્ષો વાવવામાં આવે તો પાણીનો સંગ્રહ અવશ્ય થાય અને નદી પુનઃવહેતી થાય 15 km નું કામ પૂર્ણ થયા બાદ ટુકડે ટુકડે 15 15 કિલોમીટરનો વિસ્તાર સાફ-સફાઈ કરી વૃક્ષો વાવવામાં આવે તો ખંભાતના અખાત સુધીમાં વિશ્વામિત્રી સતત વહેતી થાય આ કાર્યમાં સૌથી વધુ અને મહેનત માટે તેવું સ્થાન વડોદરામાં નદીના પ્રવેશ દ્વારથી આગળ પાદરા સુધીના કામમાં અગવડ પડે પરંતુ આ કામને મિસ્ટર પાંડેની સૂચના મુજબ કરવામાં આવે તો અશક્ય નથી જોકે નદીને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે અને તે માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી પરંતુ ગ્રાન્ટ નું શું થયું તેનો કોઈ હિસાબ નથી સૌથી અગત્યની વાત વડોદરાના યુવાનો દ્વારા વિશ્વામિત્ર ઋષિ દ્વારા સ્થાપવામાં આવેલ શ્રમનાથ મહાદેવ તથા નવનાથ મહાદેવ જેનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ કરવામાં આવ્યો છે તે બંને મહાદેવના ઘાટો જે વિશ્વામિત્રી નદીના પૂરની માટી અને ગંદકીથી દબાઈ ગયા હતા તેવા ઘાટો ને યુવાનોના સહિયારા પ્રયાસોથી સતત મહેનત કરીને સરકારની કે કોર્પોરેશનની મદદ વગર બંને ઘાટો ને સાફ કરી સુંદરતા બક્ષી હતી જો આ યુવાનો દ્વારા પ્રમાણિકતા પૂર્વક કામ કરવામાં આવ્યું તો બંને ઘાટો ખુલ્લા થયા અને આજે ભોલેનાથના ભક્તો પ્રતિદિન મહાદેવમાં દર્શન માટે જાય છે આવા જ પ્રમાણિક પ્રયાસો સરકાર કે અન્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવે તો આ અશક્ય કામને શક્ય બનાવવા માં સફળતા મળે જ એમાં કોઈ બે મત નથી પરંતુ તે માટેના પ્રયાસો હૃદય પૂર્વક થવા જોઈએ
બોક્સ- પદયાત્રા થી સરકાર જાગસે નદી નહીં ત્રણ ત્રણ પદયાત્રા છતાં નદી નું સ્વરૂપ તેનું એજ
* રાજસ્થાનના વોટર મેન ઓફ ઇન્ડિયા તરીકે નામાંકિત થયેલ મિસ્ટર પાંડે ના અવિરત પ્રયાસોથી રાજસ્થાનના સૂકા અને રણપ્રદેશમાં જ્યાં વરસાદનો અભાવ હોય એવા પ્રદેશમાં પાંડેના પ્રયાસોથી નવ નવ નદીઓને જીવંત કરી સતત વહેતી કરીને નામના મેળવી
* મિ.પાંડે ની હિંમત અને સથિયારાને લઈને સ્વખર્ચે લોક સુવિધા તથા ખેતી માટેના ઉપયોગમાં લેવાય અને પશુઓ તથા પક્ષીઓને માટે આશીર્વાદરૂપ લોક કાર્ય કરવામાં સફળ થયા
* ટુકડે ટુકડે 15 15 કિલોમીટરનો વિસ્તાર સાફ-સફાઈ કરી વૃક્ષો વાવવામાં આવે તો ખંભાતના અખાત સુધીમાં વિશ્વામિત્રી સતત વહેતી થાય