Gujarat
ગુજરાતમાં હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લા માટે જાહેર કરાયું રેડ એલર્ટ
ચાલુ અઠવાડિયા દરમિાન ગુજરાતમાં વરસાદ રહેવાની સંભાવનાઓ છે, જેમાં મોટાભાગે હળવાથી સામાન્ય વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં આજના દિવસે રાજ્યમાં ભારેથી અત્યંત ભારે વરસાદ તૂટી પડવાની સંભાવનાઓ છે. જેમાં કેટલાક ભાગો માટે રેડ, ઓરેન્જ તથા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ ચાલુ અઠવાડિયા માટે આગાહી કરીને જણાવવામાં આવ્યું છે કે, સમગ્ર રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેવાની સંભાવનાઓ છે. આ સાથે કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે કે અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. આજે રાજ્યમાં ભારેથી અત્યંત ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. જેમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અન્ય ભાગોનો સમાવેશ થાય છે.
ડૉ. મોહંતીએ મંગળવારે આગાહી કરી હતી જેમાં 19મી જુલાઈ માટે આગાહી કરવામાં આવી હતી જેમાં ભારેથી અત્યંત ભારે વરસાદની શક્યતાઔ વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય સમગ્ર રાજ્યમાં હળવાથી અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની વકી છે.
હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં પણ વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં અમદાવાદ જિલ્લાની સાથે શહેરમાં પણ વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યની મંગળવારે 7 દિવસની આગાહી કરી હતી જેમાં તમામ દિવસોમાં ઓછા વધતા પ્રમાણમાં વરસાદ રહેવાની શક્યતાઓ છે.
વરસાદના એલર્ટ અંગે વાત કરતા ડૉ. મોહંતીએ જણાવ્યું છે કે, આજના માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં સુરત અને ભરૂચ સહિત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી જિલ્લાઓનો સમાવેશ થાય છે. જોકે, IMDની વેબસાઈટ પર જે પ્રમાણે જિલ્લાવાર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે તેમાં અમરેલી, ભાવનગર તથા વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
આજના દિવસ માટે હવામાન વિભાગે આગાહી કરી છે તેમાં પોરબંદર, રાજકોટ, બોટાદ તથા આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ માટે યલો એલર્ટ આપ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી પડવાની શક્યતાઓ છે.