Connect with us

Gujarat

પ્રાકૃતિક ખેતી કરતા કૃષિકારો માટે જીવામૃત અને ઘનજીવામૃત તૈયાર કરવાની રીત

Published

on

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનના પગલે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન પુરજોશમાં ચાલી રહ્યુ છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે વડોદરા જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતીની પહેલને બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે. રાજ્યને આગામી પાંચ વર્ષમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક કૃષિ યુક્ત બનાવવા માટે મિશન મોડમાં પ્રયાસો થઈ રહ્યા છે. ખેડૂતો રાસાયણિક ખાત છોડી અને પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનની ફળદ્રુપતા વધારી શકે છે અને રસાયણોના પ્રભાવથી જમીનને થતી આડ અસરને લાંબા ગાળા માટે અટકાવી શકે છે.

રાસાયણિક ખાતરને બદલે જીવામૃત :

Advertisement

ખેડૂતોએ આ પદ્ધતિ દ્વારા ખેતી કરતી વેળાએ રાસાયણિક ખાતરને બદલે જીવામૃત વાપરવું જોઈએ. આ જીવામૃત તૈયાર કરવા માટે દેશી ગાયનું ગૌમૂત્ર ૧૦ લીટર + દેશી ગાયનું તાજું છાણ ૧૦ કિ.ગ્રા, + ઝાડ નીચે પડેલા શેઢા પાળા વાડની માટી ૧ મુઠી + દેશી ગોળ ૧ કિ.ગ્રા + ચણા ૧ કિ.ગ્રા કે કોઈ પણ દાળના લોટનું મિશ્રણ તૈયાર કરવું. આ મિશ્રણને ૨૦૦ લીટર પાણીના ડ્રમમાં નાખી અને મિશ્રણ મિક્ષ કરવું. ત્યારબાદ ડ્રમને કંતાનના કોથળાથી ઢાંકવું અને છાંયડે રાખવું અને લાકડીથી ઘડિયાળના કાંટાની દિશામાં સવાર-સાંજ ૦૫-૦૫ મિનિટ સુધી હલાવવું. ઉનાળામાં બે-ત્રણ દિવસમાં અને શિયાળામાં એક અઠવાડિયામાં આવી રીતે જીવામૃત બની જશે. જીવામૃત તૈયાર થયા પછી ૧૫ દિવસ તેનો ઉપયોગ કરી શકાય છે.

વાપરવાની રીત :

Advertisement

આ જીવામૃતને એક એકર માટે ૨૦૦ લીટર ગાળીને પિયતના પાણી સાથે અથવા ડ્રીપ સાથે મુખ્ય પાકની હારમાં આપવું અને ઉભા પાક પર તેનો છંટકાવ કરવો.

ઘન જીવામૃત તૈયાર કરવાની રીત :

Advertisement

સખત તાપમાં સૂકવેલ ઘન ૨૦૦ કિ.ગ્રા, ચાળણીથી ચાળેલા દેશ ગાયના છાણના પાવડરને ૨૦ લીટર જીવામૃત સાથે ભેળવવું. ત્યારબાદ ૪૮ કલાક માટે છાંયો હોય ત્યાં ઢગલો કરી અને ત્યારબાદ પાતળું સ્તર કરી સૂકવવું. આ સ્તરને દિવસમાં ૨-૩ વાર ઉપર નીચે કરવું. સૂકાઈ જાય ત્યારબાદ તેના ગાંગડાનો ભૂક્કો કરી  એક વર્ષ સુધી તે વાપરી શકાય છે.

વાપરવાની રીત :

Advertisement

ઘન જીવામૃત જમીનમાં અંતિમ ખેડાણ પહેલાં પ્રતિ એકર ૨૦૦ કિ.ગ્રા અને કુલ અવસ્થાએ પ્રતિ એકર ૧૦૦ કિ.ગ્રા આપવું.

ફાયદાઓ :

Advertisement

જીવામૃત આપવાથી જમીનમાં સુક્ષ્મ જીવાણુની સંખ્યામાં ઝડપથી વધારો થાય છે અને ભેજનું નિર્માણ ઝડપી બને છે. તેમજ તે સુષુપ્ત અળસિયાને સક્રિય કરી અને અલભ્ય પોષક તત્વોને લભ્ય બનાવી છોડના મૂળને પ્રાપ્ત કરાવે છે. આનાથી છોડની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને નાઈટ્રોજનની ઉપલબ્ધિ વધે છે.

કોઈ પણ પ્રકારની ખેતી પ્રવૃત્તિમાં કૃષિ પદ્ધતિથી તૈયાર કરાયેલ જીવામૃત/ઘન જીવામૃતનો ઉપયોગ કરવો જોઈએ. આવું કરવાથી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ખર્ચ ઘટે છે અને જમીનની ફળદ્રુપતા અને પોષક તત્વોની ઉપલબ્ધિ વધે છે.

Advertisement

પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનની ભેજ સંગ્રહની ક્ષમતા વધે છે અને ઉત્પાદનમાં વધારો થાય છે.  માત્ર એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી થઈ શકે છે. પાણી બચત સાથે પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ થાય છે.

ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ દ્વારા જમીનની ફળદ્રુપતા વધે છે

Advertisement

અને જમીન રસાયણોના પ્રભાવથી મુક્ત થાય છે

**************************

Advertisement

જીવામૃત આપવાથી જમીનમાં સુક્ષ્મ જીવાણુની સંખ્યામાં ઝડપથી

વધારો થાય છે અને ભેજનું નિર્માણ ઝડપી થાય છે

Advertisement

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!