Panchmahal
એમજી મોટર્સના સફળતાના 100 વર્ષ પૂર્ણ. શતાબ્દી મહોત્સવ ની ઉજવણી અંતર્ગત હેલ્થ હાઇજેનિક ફોર વિમેન્સ કેમ્પ યોજાયો

(અવધ એક્સપ્રેસ દ્વારા)
ઘોઘંબા માં આવેલ નાલંદા વિદ્યાલય માં એમજી સેવા અને સહેલી સેવાના સંયુક્ત ઉપક્રમે ગ્રામ્ય વિસ્તારની બહેનોની તંદુરસ્તીની જાગૃતિ માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેના અધ્યક્ષ સ્થાને ડાયરેકટર ઇન્ડસ્ટ્રીયલ હેલ્થના સુધાકર યાદવ, આરએફઓ જયેશભાઈ દુમાંદીયા, રાજગઢ પીએસઆઇ J.B ઝાલા સરપંચ નિલેશભાઈ વરિયા અને ડોક્ટર દીપિકાબેન હાજર રહ્યા હતા એમજી મોટર્સ સફળતાના 100 વર્ષ પૂર્ણ કર્યા તેના અનુસંધાને યોજાયેલા કાર્યક્રમ પ્રસંગે એમજી મોટર્સના જનરલ મેનેજર કિરણભાઈ રાઠોડે જણાવ્યું હતું કે આપણા વિસ્તારમાં બહેનોને સૌથી વધુ રોજગાર આપનારી કંપની એમજી મોટર છે અને જ્યાં સેવાની સૌથી વધુ જરૂર છે તેવા વિસ્તારમાં MG મોટર્સ ની ટીમને સેવાકીય પ્રવૃત્તિ કરવામાં વિશેષ આનંદ આવે છે
સહેલી સેવા ટ્રસ્ટના ચેરપર્સન અને નાલંદા વિદ્યાલયના સંચાલક કુમારી ભગવતીબેન જોશી એ સ્ત્રી સ્વાસ્થ્યનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે આપણા સમાજના કુટુંબના સૌ સભ્યોના આરોગ્યનું ધ્યાન રાખનાર સ્ત્રીના આરોગ્યનુ ધ્યાન ખુદ સ્ત્રી પોતે પણ નથી રાખતી॰ અને એટલે સહેલી ગ્રુપની જેમ એમજી મોટર્સ પણ આટલા અંતરે અંતરિયાળ વિસ્તારમાં આવી સ્ત્રી સશક્તિકરણની પ્રવૃત્તિઓ કરે છે॰ તે ખરેખર પ્રસંસનીય છે સ્ત્રી શિક્ષણ, સ્ત્રી રોજગારી અને સ્ત્રી સ્વાસ્થ્ય આવી વિશ્વસ્તર ની પરિણામ લક્ષી પ્રવૃત્તિ કરીને એમજી મોટર્સ પંચમહાલ જિલ્લા અને સ્થાનિક વિકાસમાં સુંદર કાર્ય કરી રહી છે
100 વર્ષ પૂર્ણ થયાના અવસર ને યાદગાર બનાવવા નાલંદા વિધ્યાલય માં 100 વૃક્ષોની રોપણી કરવામાં આવી હતી જેના શાળા ના બાળકો તથા શિક્ષકોએ વૃક્ષોની વિશેષ કાળજી લઈ તેનો ઉછેર કરવાની બાહેધરી આપી હતી અંતે નેહલબેન જોષી નિધીબેન અને એમજી સેવા ટીમે સંયુક્ત રીતે કાર્યક્રમને સફળ બનાવનાર સૌનો આભાર માન્યો હતો