Chhota Udepur
એમજીવીસીએલ એ છોટાઉદેપુર જિલ્લામાં નવા સ્માર્ટ મશીન લગાવવા માટે તૈયારી દર્શાવી
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
એમ જી વીસી એલ એ જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ , જિલ્લા વિકાસ અધિકારી તથા અન્ય સભ્યો સમક્ષ એમ જી વીસી એલદ્વારા છોટાઉદેપુર જિલ્લામાં લાગુ કરવામાં આવનાર સ્માર્ટ મશીનના પ્રોજેક્ટની ચર્ચા કરી હતી. હાલમાં આ બાબત પ્રાથમિક ચર્ચામાં લેવાઈ રહી છે તથા ખુબ જ ટૂંક સમયમાં છોટાઉદેપુર જિલ્લામાં આ યોજના શરૂ કરવા માટે એમજીવીસીએલએ તૈયારી દર્શાવી છે. અને તેનો ટાર્ગેટ ૨૦૨૫ નો નક્કી કર્યો છે.
તેમજ નાગરીકોને કોઈ પણ અન્ય ચાર્જીસ વગર રીપ્લેસમેન્ટ કરી આપવામાં આવશે તેવુ પણ જણાવ્યુ હતુ. આ યોજના પ્રાથમિક ધોરણે સરકારી સંસ્થાઓમાં શરૂ કરાશે.