Gujarat

જુનિયર ક્લાર્કની પરીક્ષાની ગરિમા જળવાઇ રહે તેવી માઇક્રો પ્લાનિંગ….

Published

on

ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળ ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્કની (વહીવટ/હિસાબ)ની સ્પર્ધાત્મક પરીક્ષા આગામી રવિવાર તા ૯/૪/૨૦૨૩ના રોજ રાજ્યભરમાં યોજાનાર છે.
પંચમહાલ જિલ્લામાં જુનિયર ક્લાર્કની લેવાનાર સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના આયોજન અને તૈયારીની વિગતો પ્રેસને આપતા, પંચમહાલ જિલ્લા ક્લેકટર આશિષ કુમારે જણાવ્યું હતું કે,પરીક્ષાની ગરિમા જળવાઇ રહે તેવી માઇક્રો પ્લાનિંગ વ્યવસ્થા કરાઇ છે. આગામી રવિવારને તા. ૯/૪/૨૦૨૩ના રોજ લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે પંચમહાલ જિલ્લામાં કુલ ૧૯,૨૬૦ ઉમેદવારો, અલગ અલગ ૫૪ પરીક્ષાકેન્દ્રો ઉપરથી પરીક્ષા આપશે. આ માટે ૬૪૨ વર્ગ ખંડોમાં કોઇપણ પ્રકારની ગેરરીતિ ના થાય તે પ્રકારે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.સીલ્ડ વાહનો અને સીલ બંધ પ્રશ્નપત્રો, પરીક્ષા પહેલા ૧૫ રૂટ મારફતે સુપરવાઇઝરો દ્વારા પરીક્ષા ખંડ સુધી, પોલીસ સ્ક્વોડ સાથે પહોંચાડવામાં આવશે.ગોધરાની તેલંગ હાઇસ્કૂલમાં સ્ટ્રોંગરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે.

ક્લેકટરએ વધુમાં કહ્યું હતું કે, રાજ્ય સરકારની SOP પ્રમાણે
પરીક્ષા કેન્દ્રોની લોબી,તથા બ્લોકરૂમમાં CCTV સહિતની બધી જ તૈયારીઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.ફલાઇંગ સ્ક્વોડની રચના કરાઇ છે. પરીક્ષા કેન્દ્ર સંચાલક અને વર્ગખંડ નિરીક્ષકની વ્યવસ્થા અને તેમને તાલીમ, રિઝર્વ્ડ સ્ટાફની વ્યવસ્થા કરાઇ છે અને તેમને તાલીમ આપી દેવામાં આવી છે. આ પરીક્ષા માટે ૮ પી.આઇ., ૬૦ પી.એસ.આઇ.,૧૦૮ હેડ કોન્સ્ટેબલ/કોન્સ્ટેબલ સહિત કુલ ૩૩૯ પોલીસ કર્મચારીઓ/અધિકારીઓને બંદોબસ્તની જવાબદારી સોંપવામાં આવી છે.

Advertisement

પંચમહાલ જિલ્લા ક્લેકટર આશિષ કુમારે તમામ પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી,ઉમેર્યું હતું કે, ઉમેદવારને પરીક્ષાલક્ષી અન્ય કોઇ માહિતીની જરૂરિયાત હોય તો, માર્ગદર્શન મળી રહે તે હેતુથી જિલ્લા પંચાયત કચેરી, પંચમહાલ-ગોધરા ખાતે હેલ્પલાઇન નંબર ૦૨૬૭૨-૨૫૩૩૫૨ કાર્યરત કરવામાં આવ્યો છે.

ઉમેદવારો પરીક્ષા ખંડમાં કોઇપણ સંજોગોમાં ડિજિટલ ઉપકરણો જેવાકે, મોબાઇલ ફોન, કેલ્ક્યુલેટર, ડિજિટલ વૉચ લઇ જઇ શકશે નહીં. માત્ર સાદી ઘડિયાળ,પેન અને ઓળખનો પુરાવો લઇ જઇ શકશે.ઉમેદવારે પોતે જ પોતાનો કૉલલેટર ડાઉનલોડ કરીને લઇ જવાનો છે. રાજય અને જિલ્લા ક્ક્ષાએથી S.T. બસોની વ્યવસ્થામાં કોઇ ખામી ના સર્જાય, S.T. બસોની સંખ્યા વધે, ઉમેદવારોને તકલીફ ના પડે એ પ્રકારે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.
શહેર /જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષ અને ચીફ ડિસ્ટ્રિક્ટ કૉ- ઓર્ડિનેટર તરીકે સમગ્ર પરીક્ષા જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારિયા ફરજ નિભાવી રહ્યા છે. જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર પરીક્ષાનું સીધું મોનિટરિંગ અને માર્ગદર્શન કરાઇ રહ્યું છે.

Advertisement

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારિયા, ડેપ્યુટી ડી.ડી.ઓ. મકવાણા,નાયબ માહિતી નિયામક પારુલ મણિયાર અને પ્રેસ મીડિયાના મિત્રો હાજર રહ્યા હતા.

* પંચમહાલ જિલ્લામાં કુલ ૧૯,૨૬૦ ઉમેદવારો, અલગ અલગ ૫૪ પરીક્ષા કેન્દ્રો ઉપરથી પરીક્ષા આપશે

Advertisement

Trending

Exit mobile version