Dang

‘મન, મસ્તિષ્ક અને નજર બધું જ નિશાના પર એટલે જ નિપુણ તિરંદાજ…’

Published

on

‘મન, મસ્તિષ્ક અને નજર બધું જ નિશાના પર એટલે જ નિપુણ તિરંદાજ…’

ચારે બાજુ આભને આંબતી ગિરિમાળાની શ્રુંખલાઓ, વાદળ જાણે ડુંગરોને સ્પર્શવાની સ્પર્ધામાં હોય, લીલીછમ્મ હરિયાળી જાણે હમણાં કંઈક બોલી ઊઠવાની ઉતાવળમાં હોય અને આવા આહલાદક અને નયનરમ્ય વાતાવરણમાં પણ ‘મન, મસ્તિષ્ક અને નજર બધું જ નિશાના પર લગાવીને પોતાની ઈચ્છાઓને તાકવા તત્પર બેઠેલા નાના નાના તિરંદાજ યુવક-યુવતીઓને એક સાથે નિશાન તાકતા જોવા હોય કે એક સાથે સંખ્યાબંધ બાળકોને હોકી સ્ટીક સાથે બોલને મારતા અને નિયંત્રણ કરતા જોવા હોય તો સાપુતારા જવું જ પડે…

Advertisement

ગુજરાતના એક માત્ર ગિરિમથક એવા સાપુતારાનું ‘સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ’ એટલે આવા તિરાંદાજો અને હોકી સાથે અનેકવિધ રમતોનું કૌશલ્યવર્ધન કેન્દ્ર.

રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત, ગાંધીનગર દ્વારા પબ્લિક અને પ્રાઇવેટ પાર્ટનરશિપથી રમતની તાલીમ અને શાળાકીય શિક્ષણ બંનેના ધ્યેયને ચરિતાર્થ કરવા એક સંયોજિત યોજના ‘જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ’ને વર્ષ  ૨૦૧૩-૧૪થી અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના થકી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સ્પોર્ટસ સ્કૂલ કાર્યરત છે. આવી જ એક જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ ડાંગ જિલ્લામાં સાપુતારા ખાતે ‘ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ’ તરીકે  કાર્યરત છે. સમગ્ર રાજ્યમાં રમતગમતને પ્રાધાન્ય અપાયું છે. ખેલ મહાકુંભનું પણ આયોજન કરાય છે. તેની પાછળ રાજ્યભરમાંથી રમત ગમત ક્ષેત્રે પ્રતિભાઓ આગળ આવે તે મુખ્ય ઉદ્દેશ છે.

Advertisement

સાપુતારાના કુદરતી સૌંદર્ય વચ્ચે સ્પોર્ટ્સ સૌંદર્ય પણ નિખરી રહ્યું છે. ડાંગનું ‘સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ’ ૮૪થી વધુ ખેલાડીઓ માટે ખેલ-ગુરુકુળ તરીકે ઊભરી આવ્યું છે.

ડાંગ જિલ્લાની સ્નેહાબહેન કમલેશભાઈ જીરવાલ વર્ષ ૨૦૨૦માં  YT એટલે કે યંગ ટેલેન્ટ તરીકે કોમ્પ્લેક્ષમાં આવી હતી. અહીં તિરંદાજીની  સઘન તાલીમ લઈ રહી છે. તાલીમ પછી વર્ષ ૨૦૨૪ના ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ બે બ્રોન્ઝ મેડલ મેળવતા ચૂકી છે. તેના પિતાજી સ્થાનિક કક્ષાએ  મજૂરી કરીને ઘર ચલાવે છે. તેના કઠોર પરિશ્રમને જોતા રાષ્ટ્રીય કક્ષાએ તેને ખ્યાતિ મળે તેવી પૂરી શક્યતા હોવાનું, તેના કોચ જીતુભાઈ કહે છે.

Advertisement

માછીમાર પિતા નવનીતભાઈ હળપતિની દીકરી કિંજલ કહે છે કે, ‘મારા પિતા માછીમારીનો વ્યવસાય કરે છે, તેમાંથી ઘર જ માંડ માંડ ચાલતું હોય તો હોકી શીખવી અને કરવી બેય અઘરું હતું. તેવા સમયે સરકારે આ સુવિધા સાપુતારામાં ઊભી કરી અને મેં  વર્ષ 2022માં સાપુતારામાં એડમિશન લીધુ. મને અહીં સારુ શીખવા મળે છે.’

અહીંના કોચ અલ્કેશ પટેલ કહે છે કે, ‘કિંજલનો પરિવાર આર્થિક રીતે ખૂબ નબળો છે, કિંજલે અહીં YT એટલે કે યંગ ટેલેન્ટ તરીકે એડમિશન લીધું, કિંજલ U14 રાષ્ટ્રીય કક્ષા હોકી સ્પર્ધામાં ગ્વાલિયર મુકામે રમીને આવી છે. કિંજલ ખૂબ ગરીબ પરિસ્થિતિમાંથી આગળ વધી રહી છે,’ એમ તેમણે ઉમેર્યું હતું.

Advertisement

આજ રીતે ઉત્તરા મહાવર પણ પ્રુવન્ટ ટેલેન્ટ (PT) ખેલાડી તરીકે 2022માં સાપુતારામાં આવી હતી. એના પિતા ચાની લારી પર કામ કરે છે. અહીં તાલીમ મેળવીને તેણે ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે.

આવા તો કંઈક પરિવારોના દીકરા-દીકરીઓ આ કોમ્પલેક્ષમાં તાલીમ મેળવીને રાજ્ય-દેશનું નામ રોશન કરવા સજ્જ છે.

Advertisement

‘જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ’ યોજના અંતર્ગત સ્કૂલમાં  ખેલાડીઓને રહેવાની, અભ્યાસ, ભોજન અને તાલીમને લગતી તમામ સુવિધાઓ આપવામાં આવે છે. નિષ્ણાત કોચ દ્વારા વૈજ્ઞાનિક ઢબે રમતની તાલીમ આપવામાં આવે છે. આ સાથે સ્કૂલમાં ફિઝિયો, ન્યુટ્રીશન્સ અને યોગ એક્સપર્ટ સહિતનો સ્ટાફ ઉપલબ્ધ હોય છે. આ સ્કૂલમાં  ખેલાડીઓનું વર્ગીકરણ યંગ ટેલેન્ટ, પ્રુવન્ટ ટેલેન્ટ, હાઈટ હન્ટ અને ઇન સ્કૂલ ટેલેન્ટ થકી કરવામાં આવે છે.

જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કુલ ૮૪ ખેલાડીઓને વિવિધ રમતની તાલીમ આપવામાં આવી રહી છે ,જેમાં ૪૪ બહેનો અને ૪૦ ભાઈઓનો સમાવેશ થયો છે. તદુપરાંત બાળકોની રહેવાની જમવાની સુવિધા પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવી છે. આ તમામ ખેલાડીઓને નજીકમાં આવેલી શાળાઓમાં પ્રવેશ અપાવવામાં આવ્યો છે. આ તમામ બાળકોને શાળાથી કોમ્પ્લેક્ષમાં આવવા – જવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સૌથી ખાસ વાત એ પણ છે કે, ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં તૈયાર થયેલા ખેલાડીઓએ  ગત વર્ષ ૨૦૨૩-૨૪માં રાષ્ટ્રીય કક્ષાએ કુલ ૧ મેડલ તથા રાજ્યકક્ષાએ કુલ ૭ મેડલ પ્રાપ્ત કર્યા છે.

Advertisement

 

બોક્સ મેટર : ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ૮૪ ખેલાડીઓ વિવિધ રમતની તાલીમ મેળવી રહ્યાં છે

Advertisement

ડાંગ  સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કુલ ૮૪ ખેલાડીઓ તાલીમ મેળવી રહ્યા છે, જેમાં એથ્લેટિક્સમાં ૫ ખેલાડીઓ, આર્ચરીમાં ૧૩, હોકીમાં ૩૨, અને વાય. ટી.માં ૨૪ ખેલાડીઓનો સમાવેશ થાય છે.  આ ઉપરાંત એથ્લેટિક્સમાં એક કોચ અને એક ટ્રેનર તેમજ આર્ચરીમાં એક કોચ અને એક ટ્રેનર અને હોકીમાં પણ એક કોચ અને એક ટ્રેનરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આમ કુલ ત્રણ કોચ અને ત્રણ ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. વાય.ટીમાં ખેલ મહાકુંભના અંડર -૯  અને અંડર -૧૧ના પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન દ્વારા કરવામાં આવે છે.

ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં મુખ્યત્વે આર્ચરી, કબડ્ડી, ખોખો અને હૉકીની વિશેષ તાલીમ અપાય છે. કોમ્પ્લેક્ષમાં વિવિધ એથ્લેટિક્સ રમત માટે અત્યાધુનિક ૪૦૦ મીટર સિન્થેટિક ટ્રેક છે. અહીં મીડલ અને લોંગ રન તથા હાઇ જમ્પ સહિતની ટ્રેકિંગની તમામ રમતની તાલીમની સુવિધાઓ છે. અહીં હાઇ એલ્ટિટ્યૂડ માહોલમાં મળતી તાલીમ ખેલાડીઓનું પરફોર્મન્સ સુધારે છે.

Advertisement

 

બોક્સ મેટર : ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાંથી ક્યાં ખેલાડીઓએ મેળવ્યાં મેડલ?

Advertisement

ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાંથી તાલીમ મેળવીને અરુણાબેન પટેલે એથ્લેટિક્સ રમતમાં વેસ્ટ ઝોન એથ્લેટિક્સ  ચેમ્પિયનશિપમાં રાષ્ટ્રીય કક્ષાએ વ્યક્તિગત ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. હીનાબહેન ચૌધરીએ એથ્લેટિક્સ રમતમાં એસજીએફઆઇ રાજ્ય કક્ષાએ વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. હેતલબહેન દુભીલે આર્ચરી રમતમાં એસજીએફઆઇ રાજ્ય કક્ષાએ વ્યક્તિગત ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. વિકાસભાઈ દુભીલે આર્ચરી રમતમાં એસજીએફઆઇ રાજ્ય કક્ષાએ વ્યક્તિગત ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. અંકિત ભીલે આર્ચરી રમતમાં એસજીએફઆઇ રાજ્ય કક્ષાએ વ્યક્તિગત ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત હોકી રમતમાં રાજ્યકક્ષાએ ટીમ ઇવેન્ટમાં ભાઈઓએ સિલ્વર અને ૧ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.

 

Advertisement

: ડાંગ જિલ્લાના ભૂતપૂર્વ ઇન્ટરનેશનલ ખેલાડીઓ વિશે

ડાંગ જિલ્લાની વાત આવે એટલે સૌના મુખે સરિતા ગાયકવાડનું નામ જરૂરથી આવી જાય છે. સરિતા ગાયકવાડે વર્ષ ૨૦૧૯માં એશિયન ચેમ્પિયનશિપ દોહા ખાતે વુમેન્સ ૪*૪૦૦ મીટર ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ ઉપરાંત સરિતાએ વર્ષ ૨૦૧૯માં એશિયન ચેમ્પિયનશિપ દોહા ખાતે ૪૦૦ મીટર હડલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જ્યારે મુરલી કુમાર ગાવીતે વર્ષ ૨૦૧૯ માં એશિયન ચેમ્પિયનશિપ દોહા ખાતે મેન્સ ૧૦,૦૦૦ મીટર ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

Advertisement

 

: હાઇ એલ્ટિટ્યૂડમાં તાલીમ માટે આ કોમ્પ્લેક્ષ ફેવરિટ

Advertisement

સાપુતારામાં આવેલું ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ હાઇ એલ્ટિટ્યૂડમાં તાલીમ માટે આ કોમ્પ્લેક્ષ ફેવરિટ મનાય છે. દરિયાની સપાટીથી ૧૫૦૦ મીટરની ઊંચાઈ પર આવેલ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં તાલીમ અને તૈયારી કરાવાય તો ઓછા ઓક્સિજન ધરાવતા માહોલમાં પણ ખેલાડી સારું પરફોર્મ કરી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે આવા માહોલમાં તાલીમ કરાવવી જરૂરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત આજે અનેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે, તેમાં રમતગમત ક્ષેત્રનો પણ સમાવેશ થયો છે. રાજ્યના રમતવીરોને તાલીમ સંસાધનો અને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર હંમેશાંથી પ્રયાસરત રહી છે. આ જ કારણે ગુજરાત રાજ્યના યુવાનોએ દેશ અને વિદેશમાં રમત-ગમત ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. રાજ્ય સરકાર દ્વારા રમત- ગમત ક્ષેત્રે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જે રાજ્યના ખેલાડીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે. આવી જ એક ‘જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ’ યોજના છે, જેના થકી ગુજરાત રાજ્યના ખેલાડીઓ રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી રહ્યા છે.

Advertisement

 

 

Advertisement

માછીમાર પરિવાર અને ચાની લારી પર કામ કરતા પરિવારની દીકરીઓ સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં તિરંદાજી અને હોકી રમતની તાલીમ લઈ રહી છે

*********************************

Advertisement

ડાંગનું સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ‘ બન્યું ૮૪થી વધુ ખેલાડીઓ માટે ‘ખેલ-ગુરુકુળ’

*****************************

Advertisement

આ કોમ્પ્લેક્ષમાંથી તાલીમ પામેલા ખેલાડીઓએ વર્ષ ૨૦૨૩-૨૪માં રાષ્ટ્રીય કક્ષાએ ૧ અને રાજ્યકક્ષાએ કુલ ૭ મેડલ પ્રાપ્ત કર્યા

***********************************

Advertisement

 

Advertisement

Trending

Exit mobile version