Gujarat
સખી મંડળ ગ્રુપના બચત ધિરાણના નાણાની ઉચાપત બેંકમાં જમા કરાવવાના બદલે બારોબાર વાપરી નાખ્યા
સાવલી તાલુકાના નાની ભાડોલ ગામના સખી મંડળ ગ્રુપના બચત ધિરાણના નાણા ૭૪૮૭૦ રૂપિયા બેંકમાં જમા કરાવવાના બદલે અંગત વપરાશ માં લઇ ઉચાપત કરવાના આક્ષેપ સાથે મંડળની બહેનોએ બેંક સખી સામે કાર્યવાહી કરવા માટે સાવલી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી ને ઘટતું કરવાની માંગ કરી છે
સાવલી તાલુકા પંચાયતના સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ સખી મંડળો ચાલી રહ્યા છે જેમણે રાજ્ય સરકાર દ્વારા વિવિધ રકમો લોન પેટે આપીને મહિલા ઓ ને પગભર કરવાનો રાજ્યસરકાર નો પ્રયત્ન છે પરંતુ નાની ભાડોલ ગામમાં આવાજ વિવિધ ૧૦ સખી મંડળો ચાલે છે જે લોન લઈને પગભર થાય છે અને ત્યાર બાદ હપ્તે થી લોન ની રકમ ભરપાઈ કરી છે આ કેસ માં બેંકમાં જમા કરાવવામાં ઉઘરાવેલા નાણા બેંક સખી દ્વારા બેંકમાં જમા કરાવવાના બદલે ઉચાપત કરવાનો આક્ષેપ લાગ્યો છે અને તાલુકા વિકાસ અધિકારીને સખીમંડળની બહેનોએ આવેદનપત્ર પાઠવીને કાર્યવાહી કરવાની માંગ કરી છે આવેદનપત્રમાં કરવામાં આવેલ આક્ષેપ મુજબ સાવલીના નાની ભાડોલ ગામમાં કુલ 10 સખી મંડળ ગ્રુપ ચાલે છે જેઓ દર મહિને બચત ધિરાણની પ્રવૃત્તિ કરે છે છેલ્લા છ વર્ષથી તેઓ બેન્ક ઓફ ઇન્ડિયા ની સમલાયા બ્રાન્ચમાં એસએચજી સેવિંગ ખાતું હાલમાં કાર્યરત છે આ બેંક દ્વારા સાલ 2023 24 માં કેશ ક્રેડિટ પ્રતિ મંડળ દીઠ 1.5 લાખ રૂપિયા લોન આપવામાં આવે છે જે નિયમિત દર મહિને બેંકના લોન ખાતામાં દરેક ગ્રુપ દ્વારા હપ્તા પ્રમાણે નિયમિત રીતે દર મહિને ભરી દેવામાં આવે છે અને તમામ મંડળોની લોન પુરી થયા બાદ બેંકમાંથી સ્ટેટમેન્ટ કઢાવતા જાણવા મળેલ કે ત્રણ સખી મંડળના ગ્રુપના ધિરાણ બાકી બોલે છે તપાસ કરતા ખબર પડી કે તાલુકા પંચાયત કચેરી સાવલી દ્વારા બેંક સખી તરીકે નિમણૂક કરેલ જીગીશાબેન રાકેશભાઈ પરમાર જે ઓ ને બેન્ક ઓફ ઇન્ડિયા સમલાયા શાખામાં બેન સખી તરીકે નિમણૂક કરેલ છે જે દરેક સખી મંડળ બહેનો પાસેથી લોન ના હપ્તા ઉઘરાવીને તેમના ખાતામાં હપ્તા ની રકમ જમા કરવાની હોય છે તથા સેવિંગ ખાતામાં જમા કરવામાં આવતા નાણા ઉઘરાવીને દરેકના ખાતામાં જમા કરાવવાનું તેમનું કાર્ય હોય છે પરંતુ જીગીશાબેન પરમાર સખી મંડળ પાસેથી ઉઘરાવેલા નાણા પુરેપુરા બેંકમાં જમા કરાવવાના બદલે ધિરાણની રકમમાંથી અડધી જ રકમ જમા કરાવી છે તેના કારણે દરેક સખી મંડળ લોન રીન્યુ કરવા ગયા ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો છે જેની રજૂઆત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને બેંક મેનેજરને કરવા છતાંય બે મહિનાથી કોઈ કાર્યવાહી થઈ નથી તેમ જ બાકી પડતા નાણા ના કારણે આ સખી મંડળના સેવિંગ એકાઉન્ટ માંથી બાકી પડતી લોનના વ્યાજ પેટે રકમ કપાઈ જાય છે જેથી સખીમંડળની બહેનોને સંગઠન ખોરવાઈ ગયું છે અને બેંક પરથી વિશ્વાસ ઉઠી ગયો છે તેમજ બેંક તરફથી મેનેજર દ્વારા તમારા નાણા પાછા આવશે તેવો દિલાસો આપવામાં આવે છે આમ કંટાળીને સખી મંડળની બહેનોએ જીગીશા પરમાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે સાવલી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે રાધા કિષ્ના મિશન મંગલમ જૂથના 25,870 રૂપિયા જય અંબે મિશન મંગલમ જૂથના 34000 રૂપિયા ચામુંડા મિશન મંગલમ જૂથના 15000 રૂપિયા ની ઉચાપત કર્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે આમ સખી મંડળો પાસેથી ઉઘરાવીને નાણા બેંકમાં જમા નહીં કરાવી અંગત ઉપયોગ માં વાપરી લેવાની પ્રવૃત્તિ ની જાણ તાલુકામાં પ્રસરતા ભારે ચર્ચા જાગી છે
તસવીરમાં સાવલીની નાની ભાડોલ ગામની સખી મંડળ ની બહેનો દ્વારા પોતાના નાણાની ઉચાપતના મુદ્દે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવતા નજરે પડે છે