Gujarat

હારીજ એસટી ડેપોમાં સિનિયર ડ્રાઈવર કર્મચારીઓ સાથે ઓરમાયું વર્તન

Published

on

હારીજ એસટી ડેપોમાં ફરજ બજાવતા એસટી બસના સિનિયર ડ્રાઈવર ધનાભાઈ ચૌધરી સામે એસટી ડેપોના જવાબદાર કર્મચારીઓ સાથે અધિકારીઓનુ ઓરમાયું વર્તન કરી મનમાની કરતા હોવાની રાવ ઉઠવા પામી હતી
હારીજ એસ ટી ડેપોમાં સિનિયર ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ચૌધરી ધનાભાઈ મૂળ વતન બોરતવાડા જેઓ હારીજ ઊંઝા એસટી બસમાં ડ્રાઈવર તરીકે પોતાની ફરજ બાજવતા હતા ત્યારે કોઈ અગમ્ય કારણોસર હારીજ એસટી ડેપો દ્વારા રૂટ બંધ કરી દેવામાં આવ્યો હતો તયારે છેલ્લા અઢી

માસથી ધનાભાઈ વિવાદોના વંટોળ વચ્ચે નોકરી પરથી ઘરે બેઠેલ હોવાથી .શનિવારના રોજ એસ.ટી વિભાગ દ્વારા હારીજ પોલીસને ધનાભાઈ ચૌધરી વિરુદ્ધ લેખિત રજુઆત કરતા પોલીસે તેમની અટકાયત કરી હતી જે ગુનો સાબિત ના થતા હારીજ પોલીસ દ્વારા લેખિત જવાબ લઈ છોડી મૂકવામાં આવ્યા છે વધુમાં ધનાભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે હારીજ એસટી ડેપોના જવાબદાર અધિકારીઓ અને મળતીયાઓના મેળાપીપણાથી છેલ્લા બે માસથી નીર વિવાદિત સિડયૂલ્ડ બંધ કરાતા ઘેર બેસવાનો વારો આવ્યો વધુમાં ધનાભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ વિભાગિય કચેરી દ્વારા પરિપત્રમાં જણાવ્યા મુજબ સીનયોરિટી મુજબ નોકરીની માગ કરી હતી પરંતુ એમાં પણ મનમાની ચાલતી હોવાથી તેઓ છેલ્લા બે માસથી પરિવારનું ગુજરાન ચલાવવા મજબૂર બન્યા છે તેમજ તેમની સામે અધિકારીઓ દ્વારા ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના વહીવટદારો સામે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા .તેઓએ વિભાગીય કચેરીમાં આ બાબતે અનેકવાર ઉચ્ચ અધિકારીને લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ મળેલ નથી.

Advertisement

હારીજ એસ ટી ડેપોના ટીઆઈ દ્વારા. સિનિયર કર્મચારી ધનાભાઈ ચૌધરીને ખોટી રીતે હેરાન પરેશાન કરવાના ઇરાદે હારીજ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરતા હારીજ પોલીસ દ્વારા ધનજી ચૌધરીની અટકાયત પણ કરી હતી. વધુમાં હારીજ ડેપો મેનેજર જાગૃતિબેન પટેલના જણાવ્યા મુજબ રેગ્યુલર શિડયુલ મર્જર કરી દેતા એસટી રૂટ બન્દ કરેલ છે.તેમજ ડ્રાઈવર દ્વારા સીનયોરિટી મુજબ ડે આઉટ રૂટની માંગ કરી હતી જે ડેપો દ્વારા નહીં આપવામાં આવતા વિવાદ શરૂ થયેલ છે..તયારે ડ્રાઈવર દ્વારા ટી.આઈને લેખિત રજુઆતમાં આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી હોવાની માહિતી મળતા ટી.આઈ દ્વારા પોલીસને જાણ કરી હતી . ડેપો દ્વારા પર ડે નોકરી લખવા છતાં ફરજપર હાજર ના થતા હારીજ ડેપો દ્વારા ફરજ પર હાજર થવા ડ્રાઈવર ધનાભાઈ ચૌધરીને લેખિતમાં અનેક વાર જાણ કરવામાં આવેલ છે.તેમ જણાવ્યું હતું..
સિનિયર ડ્રાઇવર દ્વારા અધિકારીઓ સામે લગાવેલ આક્ષેપોની તપાસ કરી યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ..

Advertisement

Trending

Exit mobile version