Chhota Udepur
આદિવાસી સમાજસેવીઓ એક સાથે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ ડો.જયરામ રાઠવાના દવાખાનાની મુલાકાત લીધી
પંચમહાલના સેવાભાવી અને આદિવાસી તબીબ તથા ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા વચ્ચે ઔપચારિક મુલાકાત ગોઠવાઈ હતી ઘોઘંબા તથા પાવીજેતપુર પંથકમાં આદિવાસી તબીબ જયરામ રાઠવાની સમાજ પ્રત્યેની લાગણી અને સમાજ જાગૃતિની કામગીરીની પ્રશંસા સાંભળી બંને વચ્ચે મુલાકાત થઈ હતી. આદિવાસી સમાજના બંને સેવકોની મુલાકાતે સોનામાં સુગંધ ભેળવી હતી?
પાવીજેતપુર તાલુકાના ભીખાપુરા ગામે ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનો મિલન સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા. આ કાર્યક્રમ બાદ ઘોઘંબા ના સેવાભાવી તબીબ ડોક્ટર જયરામ રાઠવા ના ભીખાપુરા ખાતે આવેલા દવાખાનાની ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ મુલાકાત લીધી હતી. ઘોઘંબા ફાટકે સહયોગ હોસ્પિટલ ખોલી ડોક્ટર જયરામ રાઠવાએ દર્દીઓની સેવા શરૂ કરી હતી જેમાં નહીં નફો નહીં નુકસાનના ધોરણે દર્દીઓને ઉત્તમ સારવાર અને દવા મળતી હતી દર્દીઓના ઈલાજ સાથે ડોક્ટર જયરામ રાઠવા તથા તેમના ધર્મપત્ની દ્વારા વ્યસનમુક્તિ, અંધશ્રદ્ધા તથા સમાજની સંસ્કૃતિ બચાવવા માટે ઝુંબેશ ચલાવવામાં આવે છે દવા માટે આવેલો દર્દી ડોક્ટર દંપતીના પ્રેમાળ વર્તનથી અને તેમની શિખામણને ધ્યાને લઈ સાંસ્કૃતિક વારસો અને શિક્ષણનું મહત્વ સમજવા લાગ્યો ડોક્ટર જયરામ રાઠવાની પહેલથી સમાજમાં વ્યસનીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.
ઘોઘંબા તાલુકા તથા પાવીજેતપુર તાલુકાના ગામોમાં ડોક્ટર જયરામ રાઠવાના સેવાભાવી કાર્યોની પ્રશંસા થાય છે સમાજ એકતા માટેની તેમની લાગણી જોઈ ભીખાપુરા ખાતે આવેલા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ રાઠવાએ ડોક્ટર જયરામ રાઠવા ના દવાખાનાની મુલાકાત લઈ તેમની સાથે ઔપચારિક મુલાકાત કરી હતી. વિધાનસભામાં આદિવાસી સમાજના મુદ્દા ઉઠાવી તેમના હક માટે ચૈતરભાઈ વસાવા સરકાર સામે ટક્કર લઈ આદિવાસી સમાજના રાજકીય આગેવાનના તરીકે એક આગવુ સ્થાન ધરાવે છે. તો બીજી તરફ ડોક્ટર જયરામ રાઠવા પંચમહાલ અને છોટાઉદેપુર વિસ્તારમાં સેવાકીય કાર્ય અને સમાજ પ્રત્યેની તેમની લાગણી જોઈ તેઓ પણ સમાજમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. આદિવાસી સમાજના બન્ને લાગણીશીલ યુવાનો એક નેતા તો બીજા તબીબ પોતપોતાના ક્ષેત્રમાં સમાજને સાચી દિશાએ લઈ જવા માટે ચર્ચા કરી હતી સમાજના હમદર્દ આગેવાનો એકબીજાને મળતા સોના માં સુગંધ ભળી હતી