Uncategorized
ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ ચૈતર વસાવા ઉપર લોકોને ગેરમાર્ગે દોરવાના આક્ષેપ કર્યા
(કાજર બારીયા,જેતપુર પાવી)
ભાજપના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ જાહેર મંચ ઉપરથી ચૈતર વસાવા પર પ્રહારો કરતા લોકોને ગેરમાર્ગે દોરતા હોવાના આક્ષેપ કર્યા હતા॰ ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ કહ્યું કે અમારા વિસ્તારમાં ચૈતર વસાવા આવીને લોકોને ગુમરાહ કરી રહ્યા છે, ચૈતર વસાવા એમના વિસ્તારની અંદર વિકાસના કામો કરી શકતા નથી અને અમારા વિસ્તારની અંદર આવીને વિકાસના કામોની વાતો કરે છે અને આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમના નામે ધારાસભ્ય ચૈતર વસાવા લોકોને ગુમરાહ કરે છે તથા અમારા વિસ્તારમાં આવીને નવ યુવાનોને ધારાસભ્ય ચૈતર વસાવા ગુમરાહ કરી રહ્યા છે. લોકોને આવા નેતાઓથી ચેતવા માટે ધારાસભ્ય જયંતિ રાઠવાએ આહ્વાન કર્યું હતું.