Gujarat

જેતપુરપાવી, કવાંટ, બોડેલી તાલુકાના રસ્તા માટે ૩૧.૪૦ કરોડ મંજૂર કરાવતા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

જેતપુરપાવીના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ તેમની ગ્રામ્ય પંથકની મુલાકાત દરમિયાન લોકોના પ્રશ્નો જાણ્યા ત્યારે અમુક વિસ્તારોમાં ગ્રામ્ય રસ્તાઓ બીસ્માર હોવાથી તેના નવીનીકરણ માટે માંગ કરવામાં આવી હતી. જેમાં તેમના દ્વારા રાજ્ય સરકારને ગ્રામીણ વિસ્તારોના ૧૭ ડામર રસ્તા બનાવવા માટે સરકારમાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા રજૂઆત કરાઇ હતી. જે માટે અથાગ પ્રયત્નો કરાતાં માંગણીને ધ્યાને લઇ સરકારે ૧૭ જેટલા રસ્તા રૂપિયા ૩૧.૪૦ કરોડનાં ખર્ચે કરવા તાંત્રિક મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી મળતાં પ્રજામાં આનંદની લાગણી ફેલાઇ છે.

Advertisement

ગુજરાત રાજ્ય માર્ગ મકાન વિભાગ દ્વારા (૧) ભૂમસવાડા એ રોડ (૨) પાનવડ સિહાદા રાયછા રોડ (૩) તલાવ બોરચાપરા નાખલ રોડ (૪) કરજવાંટ મોટી ટોકરી બોરધા રોડ (૫) થડગામ ઉછેલા એપ્રોચ રોડ (૬) હાફેશ્વર એપ્રોચ રોડ (૭) લાલપુર એપ્રોચ રોડ (૮) જડુલી ભૂંડમારિયા રોડ (૯) ભેખડીયા મંદવાડા સોઢવડ ઉચેડા રોડ (૧૦) જામ્બા મોટાવાંટા ઝરોઈ એપ્રોચ રોડ (૧૧) જબુગામ હરખપુર રોડ (૧૨) ભેંસાવહી એપ્રોચ રોડ (૧૩) કુકણા નાની તેજાવાવ મોટી તેજાવાવ રોડ (૧૪) મુલઘર ટીંબી રોડ (૧૫) તાડકાછલા એપ્રોચ રોડ (૧૬) ખેરકુવા એપ્રોચ રોડ (૧૭) વાંટા વડાતલાવ રોડ સહિત રીકાર્પેટિંગનું કામ મંજૂર કરાતાં નવા રસ્તાનો લાભ પ્રજાને મળશે રાજ્ય સરકાર દ્વારા મહત્વના રસ્તાઓને મંજૂરી અપાતા ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી છે અને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

Advertisement

Trending

Exit mobile version