Chhota Udepur
ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે જેતપુરપાવી તાલુકાના ભીંડોલ પાનવડ મધ્યપ્રદેશને જોડતા પુલનું ખાત મુહૂર્ત
પ્રતિનિધિ, કાજર બારીયા
આજરોજ જેતપુરપાવી તાલુકાના સાઢલી ગામે ગયા વર્ષે ચોમાસામાં પુર આવતા ભીંડોલ પાનવડ મધ્યપ્રદેશને જોડતો પુલ તૂટી જતા પાનવડ મધ્યપ્રદેશ જતા લોકોને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડતો હોવાથી ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાંથી મંજુર કરાવી તાત્કાલિક કામ ચાલુ થાય તે હેતુસર આજરોજ સાઢલી ખાતે ૫૦.૦૦ લાખના ખર્ચે બનનાર સ્લેબ ડ્રેનનું ખાત મુહૂર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરતા સ્થાનિકોમાં ખુશી ફેલાઈ જવા પામી હતી.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત આર.એન્ડ.બી ના કર્મચારીઓ સરપંચ ભાનુભાઈ, લાલુભાઈ તેમજ પૂર્વ તાલુકા પંચાયત સભ્ય શૈલેષભાઈ આગેવાન અદેસિંગભાઈ ગામના સૌ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.