Vadodara
‘સ્વચ્છતા હી સેવા’ વિષયક કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ કવાંટમાં શ્રમદાન કર્યું

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
દેશભરમાં સ્વચ્છતા પખવાડિયા નિમિત્તે આજે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા દિવસની ઉજવણી ભાગરૂપે શ્રમદાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. પી એમ મોદી દ્વારા કરવામાં આવેલી અપીલના અનુસારે આજરોજ ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ કવાંટ તાલુકાના પાનવડ ખાતે પવિત્ર ધામ પાંડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં તેમજ પ્રાથમિક ગ્રુપ શાળા પાનવડ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાનવડ બજારમાં સ્વચ્છતા હી સેવા પુંજ્ય મહાત્મા ગાંધી નું સપનું સાકાર કરવા બીજી ઓક્ટોબરના ભાગરૂપે સ્વચ્છતા નો કાર્યક્રમ રાખવામાં સવારે ૧ કલાકનું શ્રમદાન ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ આપ્યું છે.
જેમાં કવાંટ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી માલીવાળ, બક્ષીપંચ મોરચાના ઉપ પ્રમુખ બકાભાઇ સામાજિક આગેવાન જેડીભાઈ રાઠવા પાવીજેતપુર તાલુકા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ ભરતભાઈ રાઠવા આગેવાન અંબુભાઈ વણકર સરપંચ ઇન્દ્રસિંહ રાઠવા અશોકભાઈ અસાર સંદીપભાઈ માણાવાંટ પાણીબાર ગ્રામ પંચાયતના સરપંચ કાળુભાઈ તેમજ પાનવડ બજાર સૌ જાગૃત પ્રજાજનો અને અમલીકરણ અધિકારીઓ, કર્મચારીઓ સાથે સ્વયં સ્વચ્છતા કાર્યક્રમમાં જોડાઈ શ્રમદાનમાં સહયોગી બન્યા હતા.