Gujarat
ધારાસભ્ય જયંતીભાઇ રાઠવાએ અટલ બિહારી બાજપાયીને આપી શ્રદ્ધાંજલિ
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલબિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે આજરોજ સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવતું હોય છે. જેના ભાગરૂપે આજરોજ કવાંટ તાલુકાના કવાંટ કાર્યાલય ખાતે કવાંટ તાલુકા ભાજપ દ્વારા ભારતરત્ન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અટલજી અમર રહોના નારા લગાવવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં ધારાસભ્ય જયંતીભાઇ રાઠવા, કવાટ તાલુકા સંગઠનના પ્રમુખ રમણસિંહ રાઠવા, કવાંટ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભારેશભાઈ રાઠવા, સંગઠનના મહામંત્રી મહેન્દ્રસિંહ રાજપૂત તેમજ આગેવાન ભંગિયા કાકા સહિત હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
અટલજીના ભાષણો વિશ્વભરમાં ફેમસ
અટલ બિહારી વાજપેયીને તેમના નિર્ભિક ભાષણો માટે હંમેશા યાદ કરવામાં આવે છે. અટલજી સારા વક્તા હોવાને કારણે દેશભરમાં તમામ ઉંમરના લોકો તેમણે પસંદ કરતા હતા. તેમના ભાષણો માત્ર ભારતમાં જ નહીં, પાકિસ્તાનમાં પણ ફેમસ છે. અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર તેમના ભાષણો લોકોને ખૂબ યાદ કરી રહ્યા છે : ધારાસભ્ય જયંતીભાઇ રાઠવા