Chhota Udepur
ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના પ્રયાસથી માત્ર 15 દિવસ માં લાભાર્થીઓને કુદરતી આપત્તિ સહાય ચૂકવાઈ
(કાજર બારીયા દ્વારા)
જેતપુર પાવી તાલુકામાં ૧૨ લાભાર્થીઓને કુદરતી આપત્તિ સહાય અંતર્ગત રૂપિયા ૪૮ હજારની સહાય ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે આજરોજ ચૂકવવામાં આવી હતી. જેતપુરપાવી તાલુકામાં ઓગસ્ટ મહિનામાં તાલુકાના અલગ-અલગ ગામોમાં ભારે વરસાદ પડવાથી મકાન ધરાસાઈ થતા કુદરતી આપત્તિમાં થયેલા નુકસાનનું આજ રોજ વળતર ચૂકવવામાં આવ્યું હતું. ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના પ્રયાસોથી માત્ર ૧૫ દિવસમાં લાભાર્થીઓને વળતર ચૂકવાયું હતું.
કુદરતી આપત્તિમાં નુકસાન થતા લાભાર્થીઓ દ્વારા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં નોંધ કરાવી હતી. સાથે સાથે જેતપુરપાવી ધારાસભ્યને પણ આ બાબતે રજૂઆત કરતા ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા તથા જેતપુરપાવી તાલુકાના પૂર્વ પ્રમુખ ભરત રાઠવા તાત્કાલિક દસ્તાવેજોની વિધિ પૂર્ણ કરી ધારાસભ્યને મોકલી આપી હતી.
ધારાસભ્યએ પણ આ બાબતને લાગતા વળગતા અધિકારીઓ સુધી પહોંચાડી માત્ર ૧૫ દિવસના સમયમાં લાભાર્થીઓને લાભ અપાવી પ્રજાના સાચા સેવક હોવાનું પુરવાર કર્યું હતું. ૧૫ દિવસમાં સહાયની રકમ અપાવતા લાભાર્થીઓએ ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા નો આભાર માન્યો હતો. કુદરતી આપત્તિ સહાયના ચેક વિતરણ પ્રસંગે ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ રાઠવા, તાલુકા વિકાસ અધિકારી, ભાજપ કાર્યકરો, સરપંચો, હોદ્દેદારો હાજર રહ્યા હતા.